સામખિયાળી પોલીસે ઝડપી પાડયો અંગ્રેજી શરાબ..

Contact News Publisher

ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે પણ અહી ઠેર ઠેર દારૂના જથ્થાઓ પકડાતા જ રહે છે અને કચ્છમાં છેલ્લા ઘણા સમયથી દારૂ વેચતા અને એની હેરફેર કરતા બુટલેગરો ઈ તો માઝા મૂકી છે. હાલના બનાવ અંગે મળતી માહિતી અનુસાર સામખીયાળી પોલીસને મળેલી બાતમીને આધારે ઓટો રીક્ષામાં લઇ જવાનો રૂ. ૪૧,૫૫૦ ની કિમતનો વિદેશી શરાબ ઝડપી પાડ્યો છે. પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે શિકારપુર નજીક ચેરાવારી વાંઢ પાસે મીઠાના અગરોમાં કાચા રોડ પર ઓટોરિક્ષાને ઝડપી પાડતા રિક્ષામાં સવાર શેરો હારા કટીયા અને પલ્લો દિલુ જેડા [રહે. બંને માળિયા] ના રહેવાસી એવા બંને શખ્સો ફરાર થઇ ગયા હતા અને પોલીસે રીક્ષામાંથી અલગ અલગ બ્રાન્ડના અંગ્રેજી દારૂની ૭૫૦ ML ની ૧૦૯ અને ૧૮૦ ML ના ક્વાર્ટરની ૮૮ બોટલ મળી કુલ ૪૧,૫૫૦ ની કિમતનો શરાબ પકડી પાડ્યો હતો. પોલીસે ૫૦,૦૦૦ ની કિમતની ઓટોરિક્ષા કબજે કરી હતી. ગુનેગારોને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *