ભુજમાં ગઈકાલે રાત્રે હીટ એન્ડ રનનો વધુ એક બનાવ..

Contact News Publisher

ગત રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં ભુજના જીલ્લા ઉધોગ કચેરી સર્કલથી મુન્દ્રા રોડ પરના રિલાયન્સ સર્કલ તરફ જતાં મહાકાળી મંદિર નજીક પુલિયા પાસે રોડ પરથી અંદાજે ૨૫ વર્ષની વયના યુવકની લાશ મળી આવી હતી. લાશને જી.કે માં ખસેડાઈ હતી. મૃતક યુવકની ઓળખ હજુ થઇ શકી નથી. પોલીસે સ્થળ પર તપાસ કરતા ટ્રક કે ટ્રેલર જેવા ભારેખમ વાહનના પૈડાના નિશાન જોવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *