બેંગ્લોર નો જોનસન કરશે સમગ્ર ભારતનો પ્રવાસ..

Contact News Publisher

સમગ્ર વિશ્વ ભ્રમણ કરવું એ તો સૌ કોઈ ની ઈચ્છા હોય જ છે પરંતુ આપના ભારત દેશમાં પણ ઘણી વિવિધતા વળી જગ્યાઓ તેમજ સંસ્કૃતિ ભરપુર પ્રમાણમાં છે. ત્યારે દરેક ભારતવાસીનું એક સપનું હોય કે તે સમગ્ર ભારતમાં ફરે અને પ્રવાસનો આનંદ માણે. ભુજ ના જ એક રહીશ સિરાજ હરિરામ ઠક્કર ના મિત્ર જોનસન જેઓ ખુદ એક ઓર્ગન ડોનર છે અને તેમનું સપનું છે કે તેઓ સમગ્ર ભારત ભ્રમણ કરે. જોનસન બેંગ્લોર થી તા. ૯-૧૧-૨૦૧૭ ના રોજ પોતાની સાયકલ થી નીકળ્યા છે અને ઉગલી, ગોવા, બેલગાવ, પુને, મુંબઈ, અમદાવાદ થી આજે સવારે ભુજ આવી પહોચ્યા હતા. તેઓ તેમના મિત્ર સીરાજભાઈ ના ઘેર થોડી વાર રોકાઈ ને ફરી તેમનો પ્રવાસ ચાલુ કરશે. તેમનું રોજ નું ટાર્ગેટ છે કે તેઓ સાયકલ થી રોજ ના ૧૦૦ કિમી નું અંતર કાપે. ઓર્ગન ડોનર ની ભાવના થી નીકળેલ જોનસન ને સૌ લોકોનો સહકાર મળી રહ્યો છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *