મિરજાપર રોડ પાસે ટ્રક હડફેટે બે યુવાનો ઘાયલ..

Contact News Publisher

જાણવા મળતી વિગતો અનુસાર સોમવાર તા.૧૧/૧૨/૨૦૧૭ ના રાત્રે ૮:૩૦ કલાકની આસપાસ મિરજાપરના બે યુવાનો (૧) એસ. કે. હબીબુલ(ઉ.વ. ૩૧) (૨) બબલુ(ઉ.વ. ૩૦) અભય પેટ્રોલપંપની સામે મિરજાપર હાઇવે પર રોડ ક્રોસ કરતા હતા. ત્યારે ટ્રક વાળા એ આ યુવાનો ને હડફેટે લેતા બંને યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. આસપાસના લોકોએ ૧૦૮ એમ્બુલન્સનો સંપર્ક કર્યો હતો અને બંને ઈજાગ્રસ્તોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

અહેવાલ અને તસ્વીર – કિરણ ગોરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News