આજે દિલીપ કુમારનો જન્મ દિવસ..

Contact News Publisher

દિલીપ કુમાર અને મધુબાલાના પ્રેમના કિસ્સા તો તમને ખબર જ હશે, પરંતુ આજે આ મહાન અભિનેતાના 95મા જન્મદિવસ નિમિત અમે તમને જણાવી રહ્યા છીએ, દિલીપ કુમારની અન્ય ઘણી પ્રેમ ગાથાઓ વિશે. દિલીપ કુમારનો પ્રથમ પ્રેમ 40ના દાયકાની સુંદર અભિનેત્રી કામિની કૌશલ બની હતી. ફિલ્મ શહીદના સેટ પર દિલીપ સાહેબ અને કામિનીને એકબીજા સાથે પ્રેમ થયો. તેઓ બન્ને લગ્ન પણ કરવાના હતા, પરંતુ પોતાના પરિવારજનો સામે કામિનીની એક ન ચાલી, અને તેમણે અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા. બીજી વખત દિલીપ કુમાર અભિનેત્રી મધુબાલાના પ્રેમમાં પડી ગયા. તેમના પ્રેમના ઘણા કિસ્સા ફેમસ છે. ફિલ્મ તરાનાના સેટ પર બન્ને એકબીજાના પ્રેમમાં તરબોળ થઈ ગયા. પરંતુ, તેમના સંબંધો એટલા ખરાબ થઈ ગયા કે દિલીપ કુમાર અને મધુબાલાના પિતા વચ્ચે કાનૂની જંગ પણ છેડાઈ ગઈ. મધુબાલાના પરિવારજનોને આ સંબંધ બિલકુલ નાપસંદ હતો. પરિણામ એ આવ્યું કે એકબીજા પરથી નજર ન હટાવનાર મધુબાલ-દિલીપ હવે એકબીજાથી એક જ ફિલ્મના સેટ પર નજર પણ નહોતા મિલાવતા. દિલીપ કુમારના જીવનમાં હવે બેમિસાલ અભિનેત્રી વહીદા રહેમાનની એન્ટ્રી થઈ. ગુરુદત્ત સાથે પોતાના સંબંધોને કારણે ચર્ચામાં રહેતા વહીદા રહેમાનને દિલીપ કુમાર ઘણી પસંદ કરતા હતા. ઘણા ઓછા લોકોને ખબર છે કે તેઓ વહીદા સાથે લગ્ન કરવા માટે પણ તલપાપડ હતા. તેમણે એકવખત વહીદાને લગ્ન માટે પ્રપોઝ પણ કરી હતી. પરંતુ વહીદાના રાજી થતાની સાથે જ દિલીપ સાહેબના જીવનમાં ‘કાશ્મીરની કલી’ સાયરા બાનો આવી ગઈ. આશિક મિજાજ દિલીપ કુમાર સાયરા બાનો પર એટલા તો ફીદા થઈ ગયા કે તેમણે તેમનાથી ઝટપટ લગ્ન પણ કરી લીધા. આમ તો સાયરા દિલીપ કરતા 22 વર્ષ નાની હતી, પરંતુ તે 12 વર્ષની ઉંમરમાં જ દિલીપ કુમારને પ્રેમ કરવા લાગી હતી. પરંતુ, દિલીપ કુમારની આશિક મિજાજીની ગાડી સાયરા પર આવીને ન રોકાઈ. લગ્નના ઘણા વર્ષો બાદ દિલીપ કુમાર હૈદરાબાદી સુંદરી આસમાના પ્રેમમાં પડી ગયા. ઘણા લોકોએ કહ્યું કે તેમણે આસમા સાથે બીજા લગ્ન પણ કરી લીધા છે. પરંતુ તેમનો આ સંબંધ વધારે ન ટકી શક્યો અને બન્ને અલગ થઈ ગયા. હાલમાં, સાયરા બાનો એક સારી પત્નીની જેમ દિલીપ કુમારનો સાથ આપી રહી છે. તો જોઈએ તેમનું એક લોકપ્રિય ગીત.. "ઉડે જબ જબ જુલ્ફે તેરી".

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *