આજે આધ્યાત્મિક ગુરુ ઓશોનો જન્મદિવસ…

Contact News Publisher

ઓશો, આચાર્ય રજનીશ અને રજનીશના નામથી પણ પ્રસિદ્ધ છે. તે એક ભારતીય તાંત્રીક અને રજનીશ અભિયાનના નેતા હતા. તેમના જીવનકાળ દરમિયાન તેમને એક વિવાદાસ્પદ, રહસ્યવાદી, ગુરુ અને આધ્યાત્મિક શિક્ષક માનવામાં આવે છે. ૧૯૬૦ માં તેઓ સાર્વજનિક વક્તા તરીકે સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું હતું.
તેમજ તેઓ મહાત્મા ગાંધી અને હિન્દુધર્મના ઓર્થોડોક્સ ના પ્રખર આલોચક હતા.
૧૯૭૦ માં રજનીશે વધારે સમય બોમ્બેમાં તેમના અનુયાયીઓ સાથે પસાર કર્યો હતો જેમને નવ સંન્યાસી ના નામથી પણ ઓળખવામાં આવતા હતા. તે સમયમાં તેઓ વધારે પડતા આધ્યાત્મિકતાપર લોકોને પ્રવચન આપતા હતા. દુનિયાભરના લોકો તેમને રહસ્યવાદી, દર્શનશાસ્ત્રી, ધાર્મિક ગુરુ સહિતના નામોથી પણ બોલાવતા હતા.
૧૯૭૪ માં રજનીશ પુણેમાં સ્થાયી થયા હતા. જ્યાં તેમણે ફાઉન્ડેશન અને આશ્રમની સ્થાપના કરી. જેથી તેઓ ભારતીય અને વિદેશી બન્ને અનુયાયીઓને નવા વિચારો આપી શકે. ૧૯૭૦ ના અંતમાં મોરારજી દેસાઈની જનતા પાર્ટી અને તેમના અભિયાન વચ્ચે થયેલો વિવાદ આશ્રમના વિકાસમાં રૂકાવટ બન્યો હતો. તેમણે આપેલા અનેક પ્રવચનો માંથી ''વધુ પડતું ન બોલવું જોઈએ'' લોકપ્રિય છે.
૧૯૮૧ માં અમેરિકા માં પોતાના કર્યો અને ગતીવિધીઓ પર વધારે ધ્યાન આપવા લાગ્યા અને રજનીશ ફરીથી ઓરેગોન ના વાસ્કો કાઉન્ટીના રજનીશપુરમાં પોતાની ગતિવિધીથી આગળ વધતા રહ્યા. પરંતુ ત્યાં પણ રાજ્ય સરકાર અને સ્થાનિક લોકોના મતભેદને કારણે તેના આશ્રમના નિર્માણ કાર્યમાં રૂકાવટ આવવા પામી હતી.
ત્યારબાદ તેઓ આશ્રમને કેવી રીતે ખતમ કરવું તેના પર પણ પ્રવચન આપેલું હતું તે પણ એક લોકપ્રિય પ્રવચન છે.
ત્યારબાદ ૧૯૯૦ માં તેમનું મૃત્યુ થયું હતું. વર્તમાન પરીસ્થિતિમાં તેમનું આશ્રમ ઓશો આંતરરાષ્ટ્રીય ધ્યાન કેન્દ્રના નામથી પ્રસિદ્ધ છે. તેમના સહધર્મીઓએ લોકોને ધ્યાન, જાગૃતતા, પ્રેમ, ઉત્સવ, હિમત, રસનાત્મક અને હાસ્ય જેવા ગુણોનું મહત્વ સમજાવ્યું રજનીશના વિચારોનું વધારે પ્રભાવ પશ્ચિમી સંસ્ક્રુતિના નવયુવાનો પર પડ્યો તેમજ ઓશોના મૃત્યુ પછી તેમનું મહત્વ દેશ-વિદેશમાં વધી ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *