રાજકોટમાં તૈયાર થશે રાજ્યની પ્રથમ એઇમ્સ, કેન્દ્રીય આરોગ્ય વિભાગની મંજૂરી..

Contact News Publisher

રાજકોટમાં સૌરાષ્ટ્રની ચારેય મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકાઓએ એઇમ્સ માટે ખાસ ઠરાવ પસાર કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર દબાણ વધાર્યું હતું. મંદિરોમાં એઇમ્સ માટે પૂજા થતી તો મસ્જિદોમાં ખાસ નમાજ કરી એઇમ્સ મળે તેવી દુવાઓ થવા લાગી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના વેપારી મંડળોએ પણ ઠરાવો પસાર કરી માંગને બુલંદ કરી હતી. શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓએ સપથ લઇ વડાપ્રધાનને લાખો પત્ર લખી એઇમ્સ ફાળવવા માગ કરી હતી.

File

કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે અને તેની વિધિવત જાહેરાત ગણતરીના દિવસોમાં થશે. સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓને અદ્યતન સારવાર ઘર આંગણે મળી રહેશે. અમદાવાદ-મુંબઇ સુધી ધક્કા ખાવા નહીં પડે. એઈમ્સ રાજકોટમાં આવતા શહેર અને જિલ્લાઓના આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ આવશે. એઈમ્સને કારણે મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકરો અને તબીબો સૌરાષ્ટ્રને મળશે જેની અછત વર્ષોથી ભોગવાઈ રહી છે. નવી મેડિકલ કોલેજને કારણે નવા તબીબોની સંખ્યા વધશે. ૨૦ સુપર સ્પેશિયાલિટી વિભાગો હોવાથી દરેક પ્રકારના દર્દની સારવાર અને ઓપરેશન થઇ શકશે આ સિવાય અનેક લાભો મળશે. જેમકે, ૭૫૦ બેડ, દરરોજ ૧૫૦૦ દર્દીઓની ઓપીડી, ૧૦૦ એમબીબીએસ અને ૬૦ બી.એસ.સી.(નર્સિંગ)ની સીટ ધરાવતી મેડિકલ કોલેજ પણ મળશે. આ હોસ્પીટલમાં ૧૨ જિલ્લાના દર્દીઓને મળશે ૨૦ સુપર સ્પેશિયાલિટી સારવાર.. ૧૨૫૦ કરોડના ખર્ચે ૪ વર્ષમાં આકાર લેશે આ હોસ્પીટલ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News