ટ્રેનિંગ પૂર્ણ થતાં બિનહથિયારી 31 PIને અપાઈ નિમણૂક, 4 શહેરોમાં થયું પોસ્ટિંગ

Contact News Publisher

ફિલ્ડ તાલીમ મેળવી રહેલા 31 પોલીસ ઈન્સ્પેક્ટરની નિમણૂંક કરાઈ છે.  અત્રે જણાવીએ કે, ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 38/2017-18 અને જાહેરાત ક્રમાંક112/2018-19 અન્વયે સીધી ભરતીથી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-2ની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોને પાયાની તાલીમ માટે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે મોકલવામાં આવેલા હતા. જે તાલીમાર્થી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી)ઓની ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે 1 વર્ષની તાલીમ પૂર્ણ થતા તેમને ફિલ્ડ તાલીમ અર્થે જિલ્લા ફાળવણી કરવામાં આવી હતી.

31 પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી)ઓની તાલીમનો (27 માસનો) સમયગાળાની તાલીમ પૂર્ણ થયવાથી તેમને પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-2 સંવર્ગના ન્યુનત્તમ પગાર ધોરણમાં તેમને નિમણૂંક આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં ગીતાબેન મોતીભાઈ ચૌધરીને અમદાવાદ શહેર ખાતે નિમણૂંક અપાઈ છે. જ્યારે ભાગ્યેશ્વરીબા ધર્મેન્દ્રસિંહ ઝાલાને અમદાવા શહેરમાં નિમણૂંક આપાઈ છે