કામ વિના બહાર ન નીકળતા! ગુજરાતના 4 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર, જાણો હીટવેવથી બચવા શું કરવું?

Contact News Publisher

હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં બનાસકાંઠા, અમદાવાદ, આણંદ તેમજ વડોદરામાં રાત્રિ દરમ્યાન તાપમાનનો પારો વધવાની સંભાવનાં વ્યક્ત કરી હતી. ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગર જીલ્લાનું 39.6 ડિગ્રી નોંધાવા પામ્યું છે. જ્યારે બીજા નંબરે અમદાવાદનું 39.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજસ્થાન આસપાસનાં વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જ્યારે ચોથા અને પાંચમાં દિવસે તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થતા લોકો અંગ દઝાડતી ગરમીનો અનુભવ કરશે.

ગરમીનાં લીધે હીટ સ્ટ્રોકનાં લક્ષણો
ગરમીમાં અળાઈઓ થવી
ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી
માથાનો દુઃખાવો તેમજ ચક્કર આવવા
ચામડી લાલ થઈ જવી
સ્નાયુઓમાં દુઃખાવો
તેમજ ઉબકા અને ઉલટીઓ થવી