સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોનો સપાટો? ચંદુ શિહોરા કે ઋત્વિક મકવાણા, જ્ઞાતિ સમીકરણ ભૂલા પાડે તેવું

Contact News Publisher

સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની ચૂંટણીનું રણસીંગુ ફૂંકાઈ ચૂક્યું છે.ત્યારે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે અને કૉંગ્રેસ દવારા ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે.ત્યારે ચંદુભાઈ પોતે હળવદના છે અને ઠાકોર સમાજ માંથી આવે છે અને ઠાકોર સમાજના કુલ સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર 1.81 લાખ મત છે.બીજી તરફ કૉંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા તળપદા કોળી સમાજ માંથી આવે છે અને તળપદા કોળી સમાજના કુલ 3.84 લાખ મત છે.

બન્ને પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા પહેલા જ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.ત્યારે બન્ને પક્ષના સંગઠનના કાર્યકરો પણ પ્રચારમાં લાગી ગયા છે.અને ખાસ કરી કૉંગ્રેસ ના ઉમેદવાર ઋત્વિક મકવાણા સાથે આપના નેતાઓ પણ પ્રચારમાં જોડાયા છે.ત્યારે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા પણ પ્રચાર માં જોડાયા છે પરંતુ હાલ ક્ષત્રિય સમાજની પરસ્તોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે જિલ્લાના ગામડાઓમાં પ્રવેશ બંધીના બેનરો લાગ્યા છે જેથી પ્રચારના કાર્યક્રમમાં ભાજપને ફેરફાર કરવા પડી રહ્યા છે.