ત્રણ તલાક પર કોંગ્રેસનું મોટુ નિવેદન, સત્તામાં આવ્યા તો ખતમ કરીશુ કાયદો..

Contact News Publisher

ત્રણ તલાક કાયદા અંગે કોંગ્રેસ તરફથી ગુરુવારે મોટુ નિવેદન સામે આવ્યુ છે. કોંગ્રેસના લઘુમતી મહાઅધિવેશનમાં મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેવે કહ્યુ, ‘જો અમારી સરકાર આવી તો નરેન્દ્ર મોદી સરકારના લાવેલા ટ્રિપલ તલાક કાયદાને ખતમ કરી દઈશુ. તેમણે એ પણ કહ્યુ કે આ કાયદો મુસ્લિમ પુરુષોને જેલમાં મોકલવાનું એક ષડયંત્ર છે.

વળી, આ પહેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે તેમનો ચહેરો ધ્યાનથી જોઈએ તો તમને ગભરાટ દેખાશે.’ દિલ્લીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં કોંગ્રેસ લઘુમતી મોરચા સંમેલનને સંબોધિત કરતા દેવે કહ્યુ કે આ કાયદો મોદી સરકારનું વધુ એક હથિયાર છે જેનો ઉપયોગ તે મુસ્લિમ પુરુષોને જેલમાં નાખવા માટે અને પોલિસ સ્ટેશનમાં ઉભા કરવા માટે કરે છે. મુસ્લિમ મહિલાઓએ આનો પૂરજોશમાં વિરોધ કર્યો છે અને કોંગ્રેસ પણ આ કાયદોનો વિરોધ કરે છે. આ મહિલાઓનું સશક્તિકરણ નહિ કરે પરંતુ તેમના અને મુસ્લિમ પુરુષો વચ્ચે વિભાજન પેદા કરશે. અસમ એનઆરસી મુદ્દે બોલતા દેવે કહ્યુ કે સિટીઝનશીપ આપવાના નામે અસમને વિભાજીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે એવા કોઈ પણ કાયદાનું સમર્થન નથી કરતા જે બંધારણના વિરોધમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *