ગુજરાતમાં હવેથી 24 કલાક સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે

Contact News Publisher

 

ગુજરાત સરકારે ખૂબ જ મોટો નિર્ણય લઇને એવી જાહેરાત કરી છે કે રાત્રિના સમયે પણ દુકાનો અને હોટેલો તથા કટલેરી સ્ટોરને ચાલુ રાખી શકાશે.

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે સાંજે ગાંધીનગરમાં આ અંગે જણાવ્યું છે કે જૂની જોગવાઈ મુજબ રાત્રીના સમયે દુકાનો બંધ રાખવી પડતી હતી, પરંતુ હવે શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં સુધારો કરાયો છે.
આ કાયદાને અને રોજગાર મંત્રાલય દ્વારા મંજૂરી પણ આપી દેવાઈ છે.
એટલુંજ નહીં પણ હવે દુકાનદારોએ ઓવર ટાઈમ કરનારા લોકોને ડબલ વળતર આપવું પડશે. જોકે, મહિલાઓને રાત્રિના સમયે નોકરી પર રાખી શકાશે નહીં. મહિલાઓને સવારે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી કામ પર રાખી શકશે.


નીતિન પટેલે જણાવ્યું કે રાત્રે દુકાનો ખુલ્લી રહેશે તો વધુ કર્મચારીઓને રોજગારી મળશે અને અમદાવાદ તેમજ અન્ય મોટાં શહેરોમાં રેલવે સ્ટેશન તથા એરપોર્ટ અને એસટી બસ સ્ટેન્ડ પર ચોવીસ કલાક ટ્રાફિક રહેતો હોય છે.
મોડી રાત્રે આવી રહેલા મુસાફરોને નાની-મોટી ખરીદી કરવી હોય તો તેઓ કરી શકશે.
સાથે સરકારે એ પણ ઉમેર્યું છે કે જે દુકાન કે યુનિટમાં દસથી ઓછા કર્મચારીઓ છે તેઓનું રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત નહીં રહે . આ જ રીતે જે જગ્યાએ સૌથી વધારે કર્મચારીઓ કામ કરતાં હશે તેવા સ્થળોએ કેન્ટીનની વ્યવસ્થા પણ ઊભી કરવી પડશે. ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે કાયદો મંજૂર થયા બાદ રાત્રિના સમયે દુકાનો ચાલુ રહેશે તો પોલીસ કે કોર્પોરેશનના અધિકારીઓ દુકાનદારોને રોકી શકશે નહીં.
પરંતુ સામાન્ય પરિસ્થિતિ ઊભી થશે એટલે કે જો તોફાન થાય કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમી બને તો તેવા સંજોગોમાં જે તે જિલ્લાના કલેકટર અને એસપી તથા પોલીસ કમિશનરને કેટલોક સમય માટે દુકાનો બંધ રાખવા માટેની સત્તા આપવામાં આવી છે. આ સિવાય કોઇ પણ અધિકારી રાત્રિના સમયે કોઇ પણ અધિકારી વિવિધ બજારને બંધ કરાવી શકશે નહીં. જ્યારે મીડિયા દ્વારા પ્રશ્ન કરાયો કે કાયદો વ્યવસ્થાની સ્થિતિનું શું તો એનાં પ્રત્યુત્તરમાં નીતિનભાઈ પટેલે જણાવ્યું કે જો કોઈ આવારા તત્વો દુકાનદારોને હેરાન કરશે તો કાયદો કાયદાનું કામ કરશે.
આમ બાર મહિના અને ચોવીસ કલાક સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. જો 30થી વધુ મહિલા કર્મચારી કામ કરતી હોય તો તેવા સ્થળોએ ઘોડિયાઘરની પણ વ્યવસ્થા કરવાની રહેશે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં શોપ પિસ્તા પ્લેસમેન્ટ કાયદાને મંજૂરી આપી દેવાઇ છે.
હાલ જે રીતે ભારતીય જનતા પાર્ટી ને એમની સરકાર જે જાહેરાતો કરે છે એનાથી ચોક્કસ મતદારો ખુશ થઈ જશે એ નક્કી છે, પણ સત્તા પ્રાપ્તિ માટે બજેટમાં અને પછી કરેલી મોટી મોટી જાહેરાતો બીજેપીને પુન: સત્તા સુધી પહોંચાડે છે કે કેમ એ તો સમય બતાવશે.

[wpc-weather id=”https://www.bbc.com/weather/1275812″

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com
Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News