HJD ઈન્સ્ટીટયુટ ખાતે આર્મી કોર્નરનું ઉદ્દઘાટન કરાયું, શહીદોને અંજલિ અપાઈ

Contact News Publisher

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શહિદ CRPF જવાનોને શ્રધ્ધાંજલિ અપાઇઃ આર્મી કોર્નર ખુલ્લો મૂકાયો

કેરા એચજેડી ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનીકલ એજ્યુકેશન અને રીસર્ચ ખાતે ગઇકાલે શનિવારે જમ્મુ-કાશ્મીરના પૂલવામામાં શહિદ CRPF જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

ભુજ ,

(રાજયમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે એચજેડીમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરાયાં)

ગુજરાત રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં ગુજરાત ડાયરેકટરેટના મેજર જનરલ રોય જોસેફના હસ્તે એચજેડી ઇન્સ્ટીટયુટ ખાતે આર્મી કોર્નરનું રીબીન કાપી ઉદ્દઘાટન કરાયું હતું.

કેરા એચજેડી ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનીકલ એજ્યુકેશન અને રીસર્ચ ખાતે યોજાયેલાં સ્નાતક સન્માન સમારોહ પ્રસંગે વિવિધ વિદ્યાશાખાના ૨૫૦ સ્નાતકોને પ્રમાણપત્રો વિતરણ કરવાના કાર્યક્રમમાં વકતાઓએ વિદ્યાર્થીઓને જ્ઞાન અને જાગૃતિ જીવન માટે જરૂરી  હોવાનું જણાવી સંકલ્પની સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો.

         આ પ્રસંગે રાજયના સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણના રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિર, ગુજરાત ડાયરેકટરેટના મેજર જનરલ રોય જોસેફ, સ્ટાફ ઓફિસર કર્નલ શ્રીનિવાસન, એનસીસી ગ્રુપ જામનગરના ગ્રુપ કમાન્ડર કર્નલ કાસિક સહિત એચજેડી ઇન્સ્ટીટયુટના ચેરમેન જગદીશભાઈ હાલાઇ, વાઇસ ચેરપર્સન કાંતાબેન હાલાઇના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિન્હ અર્પણ કરી અભિવાદન કરાયું હતું.

         રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે સંબોધનમાં દેશના વીર જવાનો મા-ભોમની દિવસ-રાત રક્ષા કરે છે, જેથી આપણે સૌ દેશવાસીઓ સુખ- ચૈનથી શાંતિથી રહી શકીએ છીએ. આપણાં દેશના જવાનોનો જોશ અને હોંસલો બુલંદ છે. ગમે તેવી કઠીન પરિસ્થિતિમાં મા-ભોમની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહૂતિ આપે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શૌર્યવાન જવાનોને છાજે તેવું સન્માન આપવા દરેક દેશવાસીઓને પણ અપીલ કરી હતી તેની યાદ અપાવી વિદ્યાર્થીઓને સારાં ભવિષ્યની શુભકામના પાઠવી દેશનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો.

         આ પ્રસંગે એડીશનલ ડાયરેકટર જનરલ, ગુજરાત ડાયરેકટરેટના મેજર જનરલ રોય જોસેફે વિદ્યાર્થીઓને એકેડેમીક સફરનો એક પડાવ પૂરો કરી તમે કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળીને ઉતાર-ચડાવ વાળી જીંદગીનો જ્ઞાન, વિશ્વાસ અને હિમ્મતથી સામનો સારૂ ભવિષ્ય બનાવી સારા અને જવાબદાર નાગરિક બનો તેવી શુભકામના પાઠવી હતી. તેમણે સંકલ્પની સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે એના માટે કાંઈ પણ અસંભવ નથી અને સાચુ જ્ઞાન અને જાગૃતતા જીવન માટે અતિશય આવશ્યક છે, તેમ વધુમાં જણાવ્યું હતું.

કોલેજના પ્રિન્સિપાલ દીપાબેન નાયર સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે એચજેડી ઇન્સ્ટીટયુટના સાયન્સ પ્રિન્સિપાલ ડો. વિવેક ગુજરાતી વહીવટદાર હિરેન વ્યાસ, પ્રિન્સિપાલ ડો. કલ્પનાબેન મહેશ્વરી, કોર્ડીનેટર રસીલાબેન હિરાણી,  સહિત વિવિધ ફેકલ્ટી, વાલીગણ અને વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા.

 

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *