જયંતિભાઈ ભાનુશાલી હત્યા પ્રકરણ : બે શાર્પશૂટરને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા

Contact News Publisher

છબીલ પટેલ પાસે 30 લાખની સોપારી લઈ ને જયંતીભાઈ ભાનુશાળીનું કામ તમામ કરનારા બે શાર્પશૂટરને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા.

કચ્છ સહિત રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા જયંતિભાઈ ભાનુશાળી હત્યા પ્રકરણમાં છબીલ પટેલ જ બે શાર્પશૂટરને સોપારી આપી હોવાનું અંતે બહાર આવ્યું છે.

આજે ૧૮ મી ફેબ્રુઆરી સોમવારે બંને શાર્પશૂટરને રિમાન્ડની માંગણી સાથે ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

મુખ્ય સૂત્રધાર મનાતા છબીલ પટેલની ભૂમિકા હવે મજબૂત રીતે સ્પષ્ટ થઈ છે એવો સંકેત પોલીસે આપી દીધો છે છબીલ પટેલની વિદેશથી વહેતી થયેલી ઓડીઓ ક્લિપ બાદ બે શાર્પ શુટરને પોલીસે સાપુતારાના ગેસ્ટ હાઉસમાંથી ઝડપી લીધા હતા.

રવિવારે સી.આઈ.ડી. ક્રાઇમના ડી.જી.પી આશિષ ભાટિયાએ મીડિયા સમક્ષ આ હત્યાને લગતી તપાસ અને ઝડપાયેલા બન્ને શાર્પ શૂટર શશીકાંત કામ્બલે અને અનવર શેખે હત્યાને કેવી રીતે અંજામ આપ્યો તેની પ્રાથમિક વિગતો આપી હતી.

આજે શશીકાંત કામ્બલે અને અનવર શેખને ભચાઉ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે  રજૂ કરાયા હતા.

પાસેથી વધુ વિગતો બહાર આવી શકે એમ છે

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ એટલેકે SIT દ્વારા સમગ્ર કેસ માં વધુ તપાસ માટે આરોપીઓ રિમાન્ડ ની માંગણી માટે ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

બંને શાર્પશૂટરો પાસેથી આ કેસ મુદ્દે કેટલીક મહત્વની માહિતી બહાર આવી છે જેમાં છબીલ પટેલે ભાનુશાળીની હત્યા માટે સોપારી આપી હતી, જેમાં 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. છબીલ પટેલનો પુનામાં રહેતા તેમના ઓળખીતા મારફતે શશીકાન્ત કામ્બલેનો સંપર્ક થયો હતો, હત્યાના બે મહિના પહેલા છબીલ પટેલે આ શાર્પશૂટરો સાથે મુંબઈમાં મીટિંગ કરી હતી અને ત્યાર બાદ શશીકાન્ત કામ્બલે પુનાથી અમદાવાદ ત્રણ વખત આવ્યો હતો છબીલ પટેલે શશીકાન્તને પહેલા ભાનુશાળીનું ઘર બતાવ્યું હતું પરંતુ ભાનુશાળીનું ઘર શહેરમાં ગીચ વિસ્તારમાં હોવાથી હત્યા કરવી શક્ય ન જણાતા ટ્રેનમાં હત્યા કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.

ડીજી આશિષ ભાટીયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે છબીલ પટેલે આરોપીઓને કચ્છ રેલ્વે સ્ટેશન અને નારાયણ ફાર્મ બતાવ્યું જ્યાં શાર્પશૂટર રોકાઈને રેકી કર્યા બાદ પુના ગયો હતો ત્યાર બાદ ફરી તે અમદાવાદ આવ્યો અને તેને ભુજથી સામખીયાળી સુધીમાં કામ પુરૂ કરવાનું કહેવામાં આવ્યું.

શશીકાન્તે ટ્રેનમાં બેસી પહેલા રેકી કરી, કોચના દરવાજા ક્યારે બંધ થાય છે? ક્યારે ખુલે છે? ત્યારબાદ 27 ડિસેમ્બરે છબીલ પટેલે શાર્પ શૂટર શશિકાન્તને બોલાવ્યો હતો અને હત્યાને અંજામ આપવાના પ્લાન પહેલા અનવર શેખે હથીયારની વ્યવસ્થા કરી આપી. અને શશીકાન્ત 7થી 8 દિવસ ભુજમાં રહ્યો. પહેલા 31 ડિસેમ્બરે કામ કરવાનું હતું, પરંતુ પૂરતી માહિતી ન મળતા પ્લાન બદલી નખાયો આ અંજામ માટે આરોપીઓને એડવાન્સમાં છબીલ પટેલે 5 લાખ રૂપિયા આપ્યા હતા જેમાંથી હથિયાર ખરીદાયું હતું બાઈકની વ્યવસ્થા પણ છબીલ પટેલે કરી આપી હતી અને હત્યાના દિવસે બંને શાર્પશૂટર ટ્રેનમાં પહોંચી ગયા જ્યાં જયંતિ ભાનુશાળીની ઓળખ કર્યા બાદ ટ્રેનના ટોયલેટમાં ગન લોડ કરી હતી અને પ્રથમ ફાયરિંગ અનવરે કર્યું હતું ત્યારબાદ બંને શાર્પશૂટર હત્યાને અંજામ આપ્યા બાદ ટ્રેનનું પૂલિંગ કર્યું હતું અને ફરાર થઇ ગયા હતા.

આ હત્યાના કાવતરામાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં એ તો છબીલ પટેલનાં ઝડપાયા પછી અને બંને શાર્પશૂટરને રિમાન્ડની માંગણી બાદ પોલીસ દ્વારા કડક પુછતાછ બાદ બહાર આવશે.

પોલીસે ઝડપાયેલા બંને શાર્પશૂટરને હાલ રિમાન્ડ માટે ભચાઉ  કોર્ટમાં રજૂ કર્યા છે , ત્યારે એકાદ દિવસમાં સમગ્ર હકીકત ઉપરથી પડદો ઉંચકાય તેવું લાગી રહ્યું છે.

ત્યારે બીજી બાજુ છબીલ પટેલ સામે કાયદાનો સકંજો મજબૂત થયો છે, તેની ધરપકડના વોરન્ટ બાદ પણ તેઓ હાજર નહીં થાય તો તેમની મિલ્કતો પણ ટાંચમાં લેવા પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો દ્વારા જાહેર થયું છે.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *