પાકિસ્તાન ભારતની નવી સરકાર સાથે મંત્રણા માટે તૈયાર : કુરેશી

Contact News Publisher

લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને   મોદીના નેતૃત્વમાં એનડીએએ પ્રચંડ બહુમત મેળવી નવી સરકાર રચવાનો દાવો કર્યો છે. બીજીતરફ ભારતમાં નવી સરકાર રચાતા પાકિસ્તાને મંત્રણા માટે રજૂઆત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારતની નવી સરકાર સાથે વાતચીત માટે તૈયારી દર્શાવી છે.

શનિવારે એક ઈફ્તારમાં કુરેશીએ જણાવ્યું કે, ‘ભારત અને પાકિસ્તાન બન્નેએ શાંતિ અને સોહાર્દ માટે સાથે બેસી ઉકેલ લાવવો જોઈએ.’

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ ગુરુવારે વડાપ્રધાન મોદીને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઈમરાન ખાને પણ શાંતિ માટે કામ કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી. અગાઉ એપ્રિલમાં ઈમરાન ખાને જણાવ્યું હતું કે જો મોદી ફરી જીતશે તો કાશ્મીર મુદ્દે તેઓ વાટાઘાટ કરી શકે છે.

પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો વધુ વણસ્યા હતા. પાકિસ્તાનમાં રહેલા આતંકી સંગઠનો દ્વારા કાશ્મીરના પુલવામામાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં લશ્કરના 40થી વધુ જવાનો શહીદ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *