સાલ કંપનીના પ્રદૂષણના કારણે કિડાણા- ભારાપર ગ્રામજનો હિજરત કરી જશે : વી.કે.હૂંબલ

Contact News Publisher

પૂર્વ કચ્છમાં ગાંધીધામ તાલુકામાં આવેલ સાલ કંપનીના પ્રદૂષણના કારણે માનવ પશુ પક્ષી ખતમ થવાના આરે છે તેઓ આક્ષેપ કચ્છ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અનેકોંગ્રેસ નાં નેતા વી.કે. હૂંબલે કર્યો છે. પોલીસ દ્વારા કંપનીની તરફેણમાં એક તરફથી બળપ્રયોગ કરી ગ્રામજનોને ભયભીત કરવાનું કામ કરવામાં આવે છે એવો આક્ષેપ પણ હૂંબલે કર્યો છે.

ગ્રામજનોની વારંવારની ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી ગ્રામજનોની ધીરજ ખૂટી ગયેલ છે ,કંપની સામે યોગ્ય કાર્યવાહી ન થાય તો ગ્રામજનોને હીજરત કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય તેમ છે.  કંપની આ વિસ્તારનો વિકાસ નહીં પરંતુ વીનાશ કરવા આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, એવો આક્ષેપ પણ વી.કે દ્વારા કરવામાં આવ્યો છે ,કચ્છમાં ભૂકંપ આવ્યા બાદ ટેક્સ હોલીડે ના કારણે કચ્છ ને બેઠું કરવા માટે કચ્છના વિકાસ માટે ઘણી કંપનીઓ આવી જેમાં કિડાણા અને ભારાપર વચ્ચે આવેલ સાલ સ્ટીલ કંપની આવી જેનું કામ સ્ક્રેપ માંથી લોખંડ બનાવવાનું છે, આ કંપની જ્યારથી આવી ત્યારથી જ કોઈ નિયમોનું પાલન કરેલ નથી, કોઈ કાયદાનું પાલન નથી કરતી, અને સતત આ કંપની  પ્રદૂષણ ફેલાવી રહેલ છે ,આ પ્રદૂષણ એટલી હદે ફેલાવવામાં આવી રહેલ છે કે આ ગામોના ગ્રામજનોને જીવવું પણ મુશ્કેલ બની ગયેલ છે .

આજે આ ગામોની પરિસ્થિતિ એવી છે કે આ વિસ્તારના ઘરો ઉપર કાળા મેશની ચાદર જામી જાય છે ,દિવસમાં છ થી સાત વાર ઘરમાં સફાઈ કરવી પડે છે, કપડાં દિવસમાં ચારથી પાંચ વખત બદલવા પડે છે , અહીં લોકોની ખરાબ હાલત છે ,ખોરાક હોય કે પીવાના પાણી હોય તેમાં પણ કાળા મેશના રજકણો ઘૂસી જાય છે, ઘરમાં પણ ન રહી શકાય તેવી હાલત બની ગયેલ છે, આ કંપની ની આજુબાજુમાં આવેલ ખેતીની જમીનોમાં પણ પ્રદૂષણની કાળી ચાદર વડે ઢંકાઇ જાય છે, જેના કારણે છેલ્લા દસ વર્ષથી ખેડૂતો પણ ખેતી પણ કરી શકતા નથી. અને ગંભીર બાબત એ છે કે પશુ પક્ષીઓ પણ આ વિસ્તારમાં જઇ શકતા નથી, અને મોટાભાગના પક્ષીઓ આ વિસ્તારમાંથી ખતમ થઇ ગયેલ છે.

આ કંપની ની બાજુમાં આવેલ કિડાણા ભારાપર ગામ ના લોકો નાં આરોગ્ય ઉપર મોટો ખતરો મંડરાયો છે, અને ૫૦ ટકાથી વધારે લોકો દમ અને ફેફસાની બિમારીથી પિડાઈ રહેલ છે ,આ વિસ્તારના જળાશયો પણ પ્રદૂષણના કારણે ભયંકર દુષિત થયેલ છે, જેના કારણે પણ પાણી પીવાલાયક રહ્યાં નથી.

આ કંપનીથી આ વિસ્તારના લોકો એટલા બધા પીડિત છે કે કાં તો કંપની બંધ થાય અથવા પ્રદૂષણ ઉપર કંટ્રોલ આવે ,નહિતર કિડાણા અને ભારાપર ના ગ્રામજનોને તેમના પરિવારના ભવિષ્ય માટે ૧૫ હજારથી વધારે વસતીવાળા ગામોને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે ,તેવો સણસણતો આક્ષેપ વી.કે. હુંબલ દ્વારા કરવામાં આવ્યોછે. આ ગંભીર બાબતે કિડાણા ભારાપર ગ્રામજનો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ કંપની વિરુદ્ધ વારંવાર ફરિયાદો કરવામાં આવેલ છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા હંમેશા કંપનીની તરફદારી કરી કોઇ ઠોસ કાર્યવાહી કરવામાં આવેલ નથી જે ખૂબ જ ગંભીર બાબત છે .

આ કંપનીના માલિકની વગ સીધા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી છે ,જેના કારણે અધિકારીઓ પણ દબાઈ જાય છે તેવો સણસણતો આક્ષેપ પણ વી.કે. દ્વારા કરવામાં આવ્યો છે.

આટલું મોટું નુકસાન કરવામાં આવી રહ્યું હોવા છતાં પણ કંપની વિરુદ્ધ કોઈ ઠોસ પગલાં ભરવામાં આવતા નથી જેથી લોકોમાં ખૂબ જ આક્રોશ છે અને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય તે પહેલા વહીવટી તંત્ર જાગૃત બને તે રીતે કાર્ય કરે તેવી માંગ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા દ્વારા કરવામાં આવી છે .ગ્રામજનોની વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઇ યોગ્ય કરવામાં આવતી નથી.

પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા પોતાના બાળકોની જિંદગી બચાવવા માટે કંપનીના પ્રદૂષણ બંધ કરવાની ફરજ પાડવા માટે તેના ગેટની સામે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, અને ગામના ભાઈ બહેનો બાળકો તેમના પરિવાર સાથે જીંદગી બચાવવાનો જંગ લડી રહેલ હતા અને શાંત રીતે આંદોલન કરી રહેલા હતા ત્યારે કંપનીએ તેની વગ વાપરી પોલીસ બોલાવી અને પોલીસે બળપ્રયોગ કરી ગ્રામજનોને ભયભીત કરવા માટે યોગ્ય કારણ વગર મહિલાઓ અને બાળકો ઉપર સીધો લાઠીચાર્જ કરી અને ટિયરગેસ છોડી નિર્દોષ લોકોમાં ભય પેદા કરેલ અને મોટી સંખ્યામાં લોકો પર ખોટા કેસો દાખલ કરવામાં આવેલ છે જે દમનરૂપી પગલું છે .

અંગ્રેજોના શાસન કરતાં પણ વધારે આ સરકારમાં નિર્દોષ લોકો ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે દરેક નાગરિકને ન્યાય માટે આંદોલન કરવાનો અધિકાર છે જેને રોકી શકાય નહીં એમ વધુમાં કોંગ્રેસી નેતાએ જણાવ્યું હતું.

કિડાણા ભારાપર ના ગ્રામજનો દ્વારા ગ્રીન ટ્રીબ્યુનલ સુધી પ્રદૂષણના મુદ્દે રજુઆત કરાઈ છે, અને ગ્રીન ટ્રીબ્યુનલે પણ આ કંપની સામે ગંભીર પગલાં ભરવા હુકમ કરેલ છે ,અને કંપનીને હાલે બંધ કરવા પણ જણાવેલ છે ,(મા ન્યૂઝ – ખાસ અહેવાલ ) પરંતુ કંપનીની વગ સરકાર સુધી હોઇ કોઈને કોઈ પ્રકારે પ્રદુષણ ફેલાવી રહેલ છે, આ કંપની દ્વારા માત્ર પ્રદુષણ નહિં પરંતુ સરકારી જમીનો પણ કંપની દ્વારા દબાણ કરવામાં આવ્યું  છે ,જાહેર રસ્તાઓ બંધ કરી દેવામાં આવેલ છે ,આ જમીનો પોતાના પ્રિમાઇસીસમાં ભેળવી દીધેલ છે ,જેની ફરિયાદો પણ કલેક્ટર અને વહીવટીતંત્રને કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી, જે ખૂબ જ ગંભીર બાબત છે .

આ બાબતે કચ્છ કલેકટર સાહેબ ને અનુરોધ કરવામાં આવેલ છે કે કીડાણા અને ભારાપર ગ્રામજનોની ફરિયાદ તેમજ રજૂઆતોને ધ્યાનમાં ગંભીરતાથી લઇ નિષ્ણાતોની ટીમને તાત્કાલિક સ્થાનિકે મોકલાવી, ગ્રામજનોને સાથે રાખી જમીનોનું અને વિસ્તારનું પરીક્ષણ કરી  પગલા ભરવા આવે એવી તેવી અપીલ પણ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસી નેતા દ્વારા કરવામાં આવી છે.

અંતમાં હૂંબલે એમ પણ કહ્યું છે કે આ કંપની  પ્રદૂષણ ફેલાવે છે, જેની સામે ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા હુકમ કરેલ છે તે મુજબ તાત્કાલિક પગલાં ભરવામાં આવે ,આ કંપની દ્વારા ફેલાયેલા પ્રદૂષણના કારણે આજુબાજુ ની ખેતીની જમીન બંજર બની ગયેલ છે ,અને આ કંપનીના કારણે છેલ્લા દસ વર્ષથી ખેડૂતો પાક લઈ શકતા નથી જેનું વળતર ખેડૂતોને ચૂકવવામાં આવે, આ કંપની દ્વારા ફેલાયલ પ્રદૂષણના કારણે બંને ગામોની રૂબરૂ મુલાકાત ઉચ્ચ ટીમ દ્વારા લેવામાં આવે , તેમજ લોકોના જીવન ઉપર કયા પ્રકારની ગંભીર સમસ્યા ઉભી થયેલ છે જેની વિગત જાણી અને ઠોસ કાર્યવાહી કરવામાં આવે, ગામના લોકો ઉપર પોલીસ દ્વારા ખોટા કેસો કરવામાં આવેલ છે કે પાછા લેવામાં આવે ,તેવી માંગ પણ કરવામાં આવી છે.

આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો સાથે વિરોધ પક્ષને પણ આ આંદોલનમાં જોડાવા માટે ફરજ પડશે એવી ચીમકી પણ  જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસી આગેવાન દ્વારા કરવામાં આવી છે ,વી. કે. હુંબલ દ્વારા રજૂ કરાયેલી અખબારી યાદી ની નકલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, પ્રદુષણ બોર્ડ ગાંધીનગર ,કલેકટર શ્રી ભુજ કચ્છ, તેમજ એસપી પૂર્વ કચ્છ અને અખબાર અને ઇલેક્ટ્રોનિક મીડિયા ને  નકલ મોકલવામાં આવી છે .

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .

Android App : maa news live
Website : www.maanewslive.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *