હાર્દીક પટેલે માંગ્યું સુરતના મેયરનું રાજીનામું; સરકારને ૧૨ કલાકનો આપ્યો સમય.

Contact News Publisher

સુરતના  સરથાણા વિસ્તારમાં તક્ષશીલા આર્કેડમાં લાગેલી ભયાનક આગની ઘટનામાં 22 બાળકો મૃત્યુ પામ્યા. આગની ઘટનામાં અત્યાર સુધીમાં ક્લાસિસના સંચાલક ઉપરાંત બિલ્ડરની ધરપકડ કરાઈ ચૂકી છે. ઉપરાંત ફાયર વિભાગના બે અધિકારીઓ સસ્પેન્ડ કરાઈ ચૂક્યા છે. એવામાં આ આંગકાંડમાં શામેલ બધા જ ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે માટે લોકો માગણી કરી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ રવિવારે ઈજાગ્રસ્તો મુલાકાત લેવા જશે.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ રવિવારે બપોરે 2 વાગ્યે ઈજાગ્રસ્ત બાળકોની ખબર અંતર પૂછશે અને ત્યારે બાદ જે બાળકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનો સાથે મુલાકાત લેવા માટે જશે. હાર્દિક પટેલ દ્વારા ટ્વીટ કરીને આ મામલે જાણકારી અપાઈ હતી. હાર્દિકે રવિવારે ટ્વીટ કરીને લખ્યું કે, સુરતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારનો મળીશ. સરકારને 12 કલાકનો સમય આપું છું કે મેયરનું રાજીનામું લેવામાં આવે અને ગેરકાયદે બિલ્ડીંગ બનાવવાની મંજૂરી આપનારા અધિકારી અને ઘટના સ્થળ પર સમયસર ન પહોંચનારા ફાયર બ્રિગેડના અધિકારી પર કેસ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *