ભુજના બળદિયાની વાડીમાથી ૮ હજારનો વિદેશી શરાબ જબ્બે : આરોપી નાશી છૂટ્યો

Contact News Publisher

તાલુકાના બળદિયા ગામની સીમમાથી માનકુવા પોલીસે રેડ પાડી હતી જે દરમ્યાન ૮૭૫૦ ની કિમ્મત નો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો, દરોડાની કામગીરી દરમ્યાન બુટલેગર ફરાર થયી જવામાં સફળ થયો હતો.

ભુજના બળદિયા ગામની સીમમાં પૂર્વ બાતમીના આધારે શુક્રવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં બળદિયા ગામની સીમમાં આવેલી આરોપી રાણુભા કનુભા જાડેજાની વાડીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને દારૂની ૨૫ બોટલ મળી આવી હતી જ્યારે આરોપીને રેડની જાણ થયી ગઇ હોય તેમ દરોડા દરમિયાન હાજર મળ્યો ન હતો. પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *