ચાર એકર વિસ્તાર ધરાવતા સર્વે નંબરોમાં પણ ખેડૂતોને બીજું કૃષિ વિષયક વીજ જોડાણ અપાશે

Contact News Publisher

ચાર એકર વિસ્તાર ધરાવતા સર્વે નંબરોમાં પણ ખેડૂતોને બીજું કૃષિ વિષયક વીજ જોડાણ અપાશે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ખેડૂતો હવે ચાર એકર વિસ્તાર ધરાવતા સર્વે નંબરમાં પણ બીજી વીજજોડાણ મેળવી શકશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આદિજાતિ વિસ્તારના ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતોના હિતમાં આ મહત્વનો નિર્ણય કર્યો છે. બીજા ખેતીવિષયક વીજ જોડાણ માટે પાત્રતા ધરાવતા ખેડુતોએ આ માટે જરૂરી દસ્તોજો સાથે નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.

આદિજાતી વિસ્તારોમાં ખાતેદાર ખેડુતો પાસે જમીનની માલીકીનો વિસ્તાર નાનો હોવાથી ખેડુતોને થ્રી ફેઝના ખેતીવિષયક બીજા વીજ જોડાણ માટે આઠ એકર જમીનનો નિયમ હોવાથી મુશ્કેલી પડતી હતી આદિજાતી વિસ્તારોમાં ખેડુતો સિંચાઇ માટે ઓછા હોર્સ પાવરના પંપસેટ વાપરતા હોવાથી પિયતમાં પણ અગવડતા પડતી હતી એટલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આદિજાતિ વિસ્તારમાં હવે ચાર એકર ક્ષેત્રફળ ધરાવતા સર્વે નંબરોમાં પણ બીજું ખેતીવિષયક વીજ જોડાણ આપવાના આદેશો કર્યા છે. ખેતીવિષયક વીજ જોડાણ માટે પાત્રતા ધરાવતા આદિજાતિ વિસ્તારના ખેડુતોએ જરૂરી દસતાવેજો સાથે સાદા કાગળ પર બાહેધરી પત્ર અને નોંધણી ફી સાથે લાગુ પડતી પેટા વિભાગીય વીજ કચેરીમાં નિયત નમુનામાં નવેસરથી અરજી કરવાની રહેશે. રાજય સરકારે આદિજાતી વિસ્તારોમાં આઠ એકરના બદલે ચાર એકર ક્ષેત્રફળ ધરાવતા સર્વે નંબરોમાં ખેતી વિષયક બીજા વીજજોડાણને મંજુરી આપીને આદિજાતીના નાના ખેડુતોના હિતમાં અત્યંત મહત્વનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *