વડાપ્રધાન મોદી આજના પાવન દિવસે વિશાળ ગરવી ગુજરાત ભવનનું કરશે ઉદ્દઘાટન

Contact News Publisher

આજે સાંજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગરવી ગુજરાત ભવનનું ઉદ્દઘાટન કરાશે. ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ વિદેશ મંત્રી, એસ.જયશંકર તેમજ મંત્રીઓ મહાનુભાવો અને આમંત્રીતો સાંજે ૭ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્દઘાટન થશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીના પ્રવર્તમાન ગુજરાત ભવન ઉપરાંત એક વધારાના ભવનની જરૂરીયાત જણાતા રાજય સરકારની માંગ મુજબ ભારત સરકારે રપ બી અકબર રોડ પર ૭૦૬૬ ચો.મીટર જમીન આ ભવન માટે ફાળવી આપી હતી. આ જમીન ઉપર ગરવી ગુજરાત ભવન બે જ વર્ષના ટુંકા સમય ગાળામાં નિર્માણ પામ્યું છે. આ નવુ ભવન પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પના મુજબ ગુજરાતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનારૃં બનાવવામાં આવેલું છે. ગરવી ગુજરાત ભવન નવી દિલ્હીમાં ગુજરાતીઓને માત્ર આવાસ સુવિધા જ નહિ સાથોસાથ ગુજરાતના પારંપરિક હસ્ત કલા કારીગીરી કસબની વસ્તુઓનું પ્રોત્સાહન કેન્દ્ર તેમજ પ્રવાસન અને ઔદ્યોગીક રોકાણ માટેનું પ્લેટફોર્મ પણ પુરૂ પાડશે દિલ્હી વાસીઓ આ ગરવી ગુજરાત ભવનમાં ગુજરાતી ખાન પાન વ્યંજનનો આસ્વાદ પણ માણી શકશે તેવું અદ્યતન સુવિધા સભર આ ગરવી ગુજરાત ભવન બનવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *