મતદાર ઓળખ કાર્ડની ચકાસણી અને સુધારો હવે થશે આંગળીના ટેરવે : રાજયવ્યાપી અભિયાન

Contact News Publisher

મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજય અને જિલ્લા ચૂંટણી અધિકારી, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે રાજય કક્ષાના મતદાર ચકાસણી કાર્યક્રમનો શુભારંભ મુખ્ય નિર્વાચન અદ્યિકારી શ્રી ર્ડા. એસ.મુરલીકિષ્ણાના હસ્તે ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો હતો. આજથી આરંભ થયેલ મતદાર ચકાસણી કાર્યક્રમ તા. ૧૫મી ઓકટોબર, ૨૦૧૯ સુધી રાજયભરમાં ચાલશે.

અત્યાર સુધી મતદાર યાદીમાં નામ, સરનામા અને અન્ય સુધારા કરવા માટે કેમ્પોનું આયોજન કરવામાં આવતું હતું. તેમજ બી.એલ.ઓ કે મામલતદાર કચેરી ખાતે વિવિદ્ય ફોર્મ ભરીને આ સુધારા કરવામાં આવતાં હતા. જેના પરિણામે મતદાર કાર્ડમાં કોઇ પણ કારણોસર અનેક મતદાર કાર્ડમાં નાની મોટી ક્ષતિ રહી જતી હતી. હવે, ડિજીટલ યુગમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ તથા પોર્ટલ દ્વારા આ ચકાસણી કરવાની સવલતોનો શુભારંભ કરાયો છે. આ એપ થકી કોઇ પણ મતદાર પોતાના ઘરે બેઠા પોતાની અને પોતા પરિવારના તમામ મતદારોની વિવિધ વિગતોની ચકાસણી કરી શકશે. તેમાં સુધારો કરવા અને તમામ વિગતો બરાબર હોય તો તેને પ્રમાણિત કરી શકે છે.ડિજીટલ પ્લેટફોર્મના કારણે આજે આપણને કોઇ પણ સમયે કામ કરવાની તક મળી રહે છે. તેમજ કામનું સરળીકરણ થયું છે. જુની પધ્ધતિથી થયેલી ચૂંટણી પ્રક્રિયા અને છેલ્લે યોજાયેલ ચૂંટણીમાં ટેકનોલોજીના કારણે મોટો તફાવત જોવા મળ્યો છે. આ એપના કારણે હવે, કોઇ પણ નાગરિક આંગણીના ટેવરે પોતાના મતદાર કાર્ડમાં વિવિધ બાબતોની ચકાસણી કરી શકશે. આ કામગીરી આજથી ૪૫ દિવસ સુધી ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *