રાજ્યની તમામ ચેકપોસ્ટ થશે નાબૂદ : હવે ગમે ત્યારે વાહનોની ચકાસણી કરાશે

Contact News Publisher

વાહન માલિકો દ્વારા નિયમોના ભંગના ચેકિંગ તેમજ દંડની વસૂલાત માટે બનાવવામાં આવેલી 16 જેટલી આરટીઓ ચેકપોસ્ટ નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર નિર્ણય લેવા જઈ રહી છે તેવામાં ચેકપોસ્ટ પર ગેરરીતિ અને મોટા પ્રમાણમાં સ્ટાફની ફાળવણીની બાબતોને ધ્યાને લઇ વાહન વ્યવહાર વિભાગ ચેકપોસ્ટ નાબૂદ કરીને દંડની ઓનલાઇન વસૂલાતની વ્યવસ્થા ગોઠ‌વશે.
ચેકપોસ્ટ નાબૂદ કરીને વાહનમાલિકો ટેક્સ, ઓવરલોડ દંડની રકમ ઓનલાઇન ભરે અને વાહનની સાથે પાવતી રાખે તેવી વ્યવસ્થા ગોઠવાશે. સૂત્રોના જણાવ્યાનુસાર માર્ગો પર ફ્લાઇંગ સ્ક્વોડ સક્રિય બનાવાશે અને તેઓ ગમે ત્યારે ચકાસણી કરશે. જેમણે ઓનલાઇન ટેક્સ કે દંડ નહીં ભર્યો હોય તેમની પાસેથી 10 ગણો કે તેથી વધુ દંડ વસૂલાશે. હાલ સરકારી કચેરીઓમાં વહીવટી અને અન્ય કામગીરી માટે પૂરતો સ્ટાફ નથી. આ તમામ બાબતોના નિરાકરણ માટે સરકારે ચેકપોસ્ટ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *