ગાંધીધામમાં ઝડપાયું હુક્કાબાર : જુદા-જુદા ફ્લેવરના હુક્કા હાજરમાં ઉપલબ્ધ !

Contact News Publisher

ગાંધીધામ એ ડિવિઝન પોલિસે બાતમીના આધારે હીરાલાલ પારખ સર્કલ પાસે આવેલ ઓમ સિનેમા કોમ્પ્લેક્સમાં રેડ પાડતા હુક્કાબારમાંથી જુદા-જુદા ફ્લેવરના હુક્કા સાથે ૧૮ જેટલાં હુક્કા પ્યાસીઓ આબાદ ઝડપાઇ ગયા હતા.

ગઇકાલ રાત્રિના અરસામાં પીઆઈ ડી. બી. પરમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ ઈન્ચાર્જ નિકુલસિંહ જાડેજા સહિતનાઓએ શહેરના હીરાલાલ પારખ સર્કલ પાસે આવેલ ઓમ સિનેમા કોમ્પ્લેક્સમાં બીજા માળે છાપો માર્યો હતો. જે દરમ્યાન મોટા પ્રમાણમાં હુક્કા ને લાગતો સામાન તેમજ ૧૮ જેટલા નબીરાઓ જુદા-જુદા ફ્લેવરના હુક્કાના દમ મારતા પોલિસે ઝડપી પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *