કચ્છની કોરી માઉથ ક્રિકમાંથી પાંચ કરોડની કિમતનું ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું

Contact News Publisher

ગઇકાલે મધદરિયે હાથ ધરવામાં આવેલ ઓપરેશનમાં કેટલાક પેકેટ દરિયામાં ફેંકી દેવામાં આવ્યા હતા, તે દરમ્યાન સમયાંતરે વિવિધ એજન્સીઓને આ પેકેટ દરિયા કિનારેથી મળતા રહ્યા હતાં ત્યારે ઘણા લાંબા સમય બાદ ફરી બીએસએફને વધુ એક પેકેટ ડ્રગ્સનું મળી આવ્યું હોવાનું સપાટીએ આવ્યું છે.

છેલ્લા બે દિવસથી ચાલી બીએસએફના રહેલ સર્ચ ઓપરેશન દરમ્યાન શુક્રવારે ક્રિકમાંથી બે પાકિસ્તાની બોટ મળી આવી હતી. તો રવિવારે સાંજે કોરી માઉથ ક્રિકમાંથી એક કિલોનું ડ્રગ્સનું પેકેટ જેની ઈન્ટરનેશલ માર્કેટમાં પાંચ કરોડ આંકવામાં આવી રહી છે તે બીએસએફની પેટ્રોલીંગ પાર્ટીને મળી આવ્યો હતો. જો કે, સુત્રોએ જણાવ્યું હતું કે બોર્ડર પરની પરિસ્થિતિને ધ્યાને લઈને હજુ પણ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. ડ્રગ્સનું પેકેટ હસ્તગત કરીને ડીઆરઆઈ તેમજ અન્ય એજન્સીઓને જાણ કરવામાં આવી હોવાનું કહેવાય છે.

1 thought on “કચ્છની કોરી માઉથ ક્રિકમાંથી પાંચ કરોડની કિમતનું ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News