”તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં દેખાયા કચ્છી ”ગાંધીજી”

Contact News Publisher

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી દેશભરમાં વિવિધ રીતે ઊજવાઈ. ટેલિવિઝન ઉપર પણ જુદા જુદા કાર્યક્રમો થયા. ગુરુવારે સબ ટીવીના અત્યંત લોકપ્રિય કાર્યક્રમ તારક મહેતા કા ઊલ્ટા ચશ્માંના એપિસોડમાં કચ્છી કલાકારે ગાંધીજીના પરિવેશમાં લટાર મારી હતી.

મૂળ કચ્છી એવા દીપકભાઈ મધુકાન્ત અંતાણીએ પોતાની કારકિર્દી અમદાવાદ દૂરદર્શનથી શરૂ કરી હતી. ધીમે ધીમે કાર્યક્રમ નિર્માણ અને પછી દિગ્દર્શન-અભિનય ક્ષેત્રે પ્રગતિ કરી. ગુજરાતમાં મહાત્મા ગાંધી તરીકે નાટકો અને વિવિધ સ્થળે કલાનાં ઓજસ પાથર્યાં. થોડા સમય પહેલાં ગુજરાતમાં દાંડીયાત્રા સંદર્ભે પદયાત્રા યોજાઈ, જેમાં મંત્રીઓ, રાજકીય અગ્રણીઓ સાથે ગાંધીના પરિવેશમાં તેઓ અનેક સ્થળે ફર્યા હતા. સબ ટીવીની અતિ પ્રખ્યાત શ્રેણી તારક મહેતામાં પણ તેમને સ્થાન મળતાં આમાટે તેમને ઠેર- ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. તેમણે કચ્છતથા નાગર જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *