‘જીવન સાથે જીવનનિર્વાહ માટે શક્ય તમામ મદદ કરવા adani ફાઉન્ડેશન તૈયાર છે

Contact News Publisher

મુન્દ્રા, તારીખ ૧૧ મેં, ૨૦૨૦: આજે અદાણી ફાઉન્ડેશન 18 રાજ્યમાં 2250 ગામડાઓ સુધી લોક કલ્યાણ અર્થે કામ કરી રહ્યુ છે. અદાણી ફાઉન્ડેશન કચ્છ જિલ્લામાં પણ સુસંગત, વ્યવસ્થિત રીતે, સમાજ ઉપયોગી કામગીરી કરવા હંમેશા તત્પર રહ્યું છે. તેની કામગીરી સહીયારા મૂલ્યની વિભાવનાથી પ્રેરિત છે. જેમાં અદાણી ફાઉન્ડેશન સમાજ માટે સર્વસમાવેશક વાતાવરણ ઉભું કરવા ઉત્સુક છે, તેના આ કાર્યની સાબિતી મુન્દ્રાના લાભાર્થી પરિવારો પૂરી પાડે છે.

વિશ્વવ્યાપી કરોનાના કહેરને અટકાવવા માટે કપરી પરિસ્થિતિમાં પણ અદાણી ફાઉન્ડેશનની સેવાભાવી ટીમના સભ્યો દ્વારા મુન્દ્રા, ભુજ લખપત, નખત્રાણા જેવા તાલુકાઓમાં સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. આજ સુધીમાં મુન્દ્રા તાલુકાના 22 ગામોને સેનીટાઈઝ કરવામાં આવ્યા છે. અલગ અલગ 36 ગામોમાંથી રોજમદાર મજૂરો, માછીમાર, આશ્રીત સમુદાયો, વિધવાઓ, વરિષ્ઠ નાગરિકો તથા નિરાધાર અસરગ્રસ્ત પરિવારોને 10,000 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા આ કામગીરી હમણાં પણ ચાલી રહી છે. આવશ્યક સેવાના ભાગરૂપે અદાણી પોર્ટ અને વિલ્મારના સહયોગથી ત્યાં કામ કરતા કામદારો અને ડ્રાઇવરોને દૈનિક બે ટાઈમ અંદાજિત 5,200 ફૂડ પેકેટ્સ તૈયાર કરીને વિતરિત કરવામાં આવે છે.

ફાઉન્ડેશનની મોબાઈલ હેલ્થ કેર ફેસીલીટી દ્વારા સોશિયલ ડીસ્ટન્સને અનુસરીને આરોગ્ય વિષયક જરૂરી સેવાઓ આપવામાં આવે છે અને સતત કાઉન્સેલિંગ દ્વારા જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 100 બેડની સુવિધાથી સજ્જ મુન્દ્રા અદાણી હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી. વિભાગમાં દૈનિક 110 દર્દીઓનું નિદાન કરવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશનના જ પ્રોજેક્ટ અંતર્ગત ન્યુટ્રીશન વેલ્યુને મહત્વ આપતાં સુપોષણ પ્રોજેકટનીસંગીની બહેનોકોવિડ 19થી બચવા હેલ્થ હાઇજિનની સચોટ માહિતી દરેકને અને ખાસ કરીને પ્રસૂતા બહેનોને આપવામાં આવે છે. છેલ્લા સાત વર્ષથી સફળ રીતે કાર્યરત આવાજ દેસોફ્ટવેર દ્વારા આરોગ્ય વિષયક સ્પેશિયલ કચ્છી ભાષામાં વોઇસ મેસેજ મોકલીને લોકોમાં જાગૃતિ ફેલાવામાં આવે છે. જેમાં એકસાથે દસ હજાર વ્યક્તિને એકજ સમયે મેસેજ પહોચાડી શકાય છે

થોડા દિવસ પહેલા જ ભુજ સ્થિત અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલની લેબને કોવિડ 19 ટેસ્ટ માટે મંજૂરી આપવામાં આવી છે, સૌ માહિતગાર છે કે હોસ્પિટલ દ્વારા 24*7 સારવાર માટે સ્ટાફ હાજર રાખવામાં આવે છે, તથા હોસ્પિટલના ડાયટ વિભાગ દ્વારા દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના જરૂરી ખોરાકની માહિતી પણ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવે છે. સાથે અન્ય રોગથી પીડાતા દર્દીઓને ઘરે ફોન કરીને નિયમિત દવા લેવા અને ઘરની બહાર ન નીકળવા માટે અનુરોધ કરવામાં આવે છે. મુન્દ્રા સહિતના ગામોમાં પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, આઇસીડીએસ વિભાગ, પ્રાથમિક શિક્ષણ કચેરી તથા આરોગ્ય વિભાગમાં કાર્યરત કર્મચારીઓને અદાણી ફાઉન્ડેશન સંચાલિતસહેલી સ્વસહાય જૂથદ્વારા આજ સુધી ૩૫ હજારથી વધુ જેટલા માસ્ક બનાવીને વિતરણ કરેલ છે. અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર પણ ફાઉન્ડેશનની પડખે રહીને સેવાના કાર્યોમાં પોતાની મદદ આપી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા દરરોજ અંદાજિત 100 થી વધુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ઓનલાઇન ટ્રેનિંગ આપી તેમના કૌશલ્ય વર્ધનમાં વધારો કરવાના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે.

જુદા જુદા કોવીડ 19 રાહત ફંડમાં પણ અદાણી ગ્રુપ દ્વારા અમૂલ્ય યોગદાન આપવામાં આવ્યું છે, અત્યાર સુધીમાં અદાણી ગ્રુપ 114 કરોડથી વધુની નાણાકીય સહાય દેશહિતમાં આપીને આ મહામારીમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.

 

  • અદાણી ફાઉન્ડેશન દ્વારા દેશના 18 રાજ્યમાં 2,250 ગામડાઓ માં કરવામાં આવેલ લોક કલ્યાણના વિવિધ કર્યો.
  • અદાણી ફાઉન્ડેશનની સેવાભાવી ટીમના સભ્યો દ્વારા મુન્દ્રા, ભુજ લખપત, નખત્રાણા જેવા તાલુકાઓમાં સક્રિય કામગીરી.
  • મુન્દ્રા તાલુકાના 22 ગામોને સેનીટાઈઝ કરવામાં આવ્યા.
  • અસરગ્રસ્ત પરિવારોને 10,000 જેટલી રાશન કીટનું વિતરણ.
  • કામદારો અને ડ્રાઇવરોને દૈનિક બે ટાઈમ અંદાજિત 5,200 ફૂડ પેકેટ્સ નું વિતરણ.

 

અદાણી ફાઉન્ડેશન સંચાલિતસહેલી સ્વસહાય જૂથદ્વારા આજ સુધી ૩૫,૦૦૦ થી વધુ જેટલા માસ્ક બનાવીને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા સરકારી કર્મીઓમાં વિતરણ

સીએસઆર હેડ પંક્તિબેન શાહ જણાવે છે કે, ‘અંધારામાં અજવાળું ફેલાવતું અદાણી ફાઉન્ડેશન સંકટ સમયની ઘડીમાં સમાજ વિકાસના સેવાયજ્ઞમાં હંમેશા સહયોગી રહ્યું છે, અને ભવિષ્યમાં પણ પ્રવાહ અવિરત પણે ચાલુ રહેશે. અનાયાસે આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં, હજારો લોકોના ચહેરા પર સંતોષનો ભાવ જોવો તે મારા માટે નસીબની વાત છે.’

અદાણી ફાઉન્ડેશનના ડાયરેક્ટર અને પૂર્વ સનદી અધિકારી શ્રી વસંત ગઢવી જણાવે છે કે, ‘જીવન સાથે જીવનનિર્વાહ માટે શક્ય તમામ મદદ કરવા ફાઉન્ડેશન તૈયાર છે. કપરી પરિસ્થિતિમાં ટીમના દરેક સભ્યો કર્મયોગી ભાવનાથી સેવાનું કાર્ય કરી રહ્યા છે.’

Maa Ashapura News

YouTube : maa news live

Android app : maa news live

Email : jaymalsinhjadeja@gmail.com

Website : maashapuranews.com

Instagram : maanewslive_insta

Whatsapp : 97252 06123 / 27

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *