બહુ જ દોડ્યાં , હવે સ્હેજ ધીમા પડશું ?

Contact News Publisher

બહુ દોડ્યાં , હવે ધીમા પડશું ?

ભારત દેશને અલગ અલગ ભાગોમાં વિભાજીત કરી શકાય,

પ્રાચીન ભારત , રામ પહેલાં અને પછીનું ભારત , કૃષ્ણ પહેલાં અને કૃષ્ણ પછીનું ભારત , બુદ્ધ – મહાવીર પહેલાં નું ભારત અને પછીનું ભારત , રાજા રજવાડાં નું ભારત , અંગ્રેજો પહેલાં નું ભારત અને પછીનું એટલેકે લોકશાહીમાં ભારત, 

ત્યાર બાદ આગળ જઈએ તો લોકશાહીમાં અવિકસિત અને પછીનું વિકસિત ભારત, અંતમાં ભારતને વિભાજીત કરવું હોય તો કોરોના પહેલાં નું અને પછીનું ભારત.

દરેક ભારતીય વ્યક્તિ 22મી માર્ચ થી 31 મે સુધી જોવા જઈએ તો થોભી ગયો હતો.

ભારતમાં લોકડાઉન ની વાત કરીએ એ પહેલાં થોડો વિદેશમાં લોકડાઉનમાં કેવો માહોલ રહ્યો એની ચર્ચા કરીએ તો ત્યાં પરિવારો અને સંબંધો મુશ્કેલી માં મુકાઈ ગયા હતા, કારણ ત્યાં અપવાદ બાદ કરતાં પરિવાર જેવું કંઈજ છે જ નહીં, પરિણામસ્વરૂપ વિદેશમાં સંબંધ વચ્ચે ની તિરાડો મોટી થવા લાગી, સામાન્ય રીતે ત્યાં લોકો ” પોતાની ” જ જિંદગી જીવે છે ,પરિવાર માટે ઔપચારિકતા સિવાય કંઈ નથી હોતું , અને એટલે જ ક્યારેય આટલો વખત એકસાથે એક જ જગ્યાએ ન રહેલાં વિદેશી લોકો વચ્ચેનાં સંબંધો તૂટવા લાગ્યા.

અને એટલે જ ત્યાં લોકો લોકડાઉન નો વિરોધ કરવા લાગ્યા , એમને સમજાઈ ગયું જે જો આમ ને આમ ચાલ્યું તો બહુ જ ઓછા પરિવારો લોકડાઉન પૂરું થતાં બચી શકશે.

વાત કરીએ ભારતની તો આવી સ્થિતિ ક્યાંક ભારતમાં પણ જોવાઈ, વાત દેશ કે વિદેશ ની છે જ નહીં , વાત છે Culture ની વાત છે સંસ્કૃતિ ની.

વિદેશમાં પણ સંસ્કૃતિ સચવાઈ છે અને ભારતમાં ક્યાંક વિદેશી કુસંસ્કૃતી આવી ગઈ છે, પણ જ્યાં સંસ્કાર અને સંસ્કૃતિ બચ્યા છે ત્યાં પરિવાર બચ્યાં છે.

અરે હા ભારતને એમ પણ વિભાજિત કરી શકાય રામાયણ અને મહાભારત (TV સિરિયલ)પહેલાં નું ભારત અને પછીનું ભારત, 40 પ્લસ લોકો આજની યુવા પેઢીને વારંવાર સંભળાવતા કે અમારાં વખતમાં તો દૂરદર્શન માં કેવી કેવી સિરિયલો આવતી , AHAAA ઓ રામાયણ અને ઓ મહાભારત કાં , પણ લોકડાઉનમાં જે રીતે તમામ પરિવાર નાં લોકો સાથે બેસીને રામાયણ અને મહાભારત જોઈ એનાં પછી જૂની પેઢીને એ વટ કરવાનો chance પણ ગયો.

મૂળ વાત ઉપર આવીએ ,

આજે અચાનક એક સમાચાર ઉપર નજર ગઈ જેનું શીર્ષક હતું.

“દેશના આ 105 ગામનો નિર્ણય, હવે દર વર્ષે લોકડાઉન લાગુ કરવામાં આવશે”

વાહ સાચેજ વાંચીને મોજ આવી ગઈ, આ ગામડાં ભલે લોકડાઉન નાં માધ્યમથી પણ સમજી ગયા કે દોડવાની એક limits હોય જ છે , આજનો માનવી ખૂબ દોડ્યો અને દોડી રહયો છે, પણ લોકડાઉને આપણે સૌને ભાન કરાવી દીધું કે વાસ્તવિક્તા જીવનની શું છે.

સદગુરુ (જગ્ગી) એ પણ કહ્યું કે લોકોને અમૂક સમય સ્વયં લોકડાઉનમાં રહેવું જોઈએ.

આફતને અવસરમાં પરિવર્તિત કરી શકે એ જ સાચો યોદ્ધા, ઘણાં લોકો લોકડાઉનમાં માથે હાથ દઈને રોવા સિવાય કંઈ ન કર્યું , તો ઘણાં લોકો એનો ઉપયોગ કરી લીધો , આજે લોકડાઉન પણ અનલોક થઈ ગયું ,પણ એ સમય ને વેડફનાર પણ ઘણાં હશે.

ઘણાં વ્યસનીઓ વ્યસન થી મુક્ત થઈ ગયા હશે , તો ઘણાં black માં પણ પડીકી અને ઝૂડી ગોતવા નીકળી પડયાં હતાં, વિરોધ કે તરફેણ ની વાત નથી પણ જેમને અંદર થી પ્યાસ હતી એમની માટે લોકડાઉન માધ્યમ જરુર બન્યું હશે.

વાત કરું ઓલ્યા આર્ટિકલ ની જે આજે વાંચ્યું , જેમાં લખ્યું છે કે

“જ્યાં લોકો એકબાજુ લોકડાઉનથી પરેશાન છે, ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના અહમદનગરના ગામવાસીઓએ નક્કી કર્યું છે કે તેઓ હવે દરવર્ષે લોકડાઉન લાગુ કરશે. આ ખબર સાંભળવામાં થોડી અટપટી લાગી શકે છે, પરંતુ આ સાચું છે. કોરોના વાયરસથી બચવા માટે દેશભરમાં લોકડાઉન કરાયું હતું અને હવે ધીમે-ધીમે ચરણબદ્ધ રીતે તેને હટાવાઈ રહ્યું છે, પરંતુ લોકડાઉને મહારાષ્ટ્રના અહમદનગરવાસીઓને ઘણા પ્રભાવિત કર્યા છે અને તેની એવી અસર થઈ છે કે નગર પંચાયત સમિતિએ દરવર્ષે આઠ દિવસનું લોકડાઉન રાખવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. “

વાહહ , ભાઈ આ ગામને , આ ગામનાં જાગૃત લોકોને અભિનંદન, એનો મતલબ એ પણ નથી કે ઘરમાં કામચોરની જેમ બેસી જવું , પણ ઘરમાં રહીને ઘરનું મહત્વ ,પરિવારનું મહત્વ સમજવાની વાત છે.

હવે પ્રશ્ન એ પણ થાય કે વર્ષમાં આઠ દિવસ લોકડાઉન થી શું થાય ? પણ મારું માનવું છે કે શરૂઆત તો કરીએ , એપ્રિલ 2020 અને મે 2020 નાં બે મહિના માં ઘણાં લોકો ધીમા પડવાની મોજ જાણી શક્યા અને ઘણાં માનસિક બીમાર પણ થઈ ગયા.

દરેક બાબતે લોકોનો મત અલગ રેવાનો જ , આપ સૌને યાદ હશે આપણે ત્યાં પણ પાંખી પાડવાનો અને અમાસ જેવા દિવસે કામ ન કરવાનો નિયમ હતો , આજે અમૂક જગ્યાએ આ નિયમ હશે જ પણ અમૂક લોકોએ એ નિયનને તિલાંજલિ પણ આપી દીધી હશે.

ફરી આવું એ ગામડાં માં જ્યાં સ્વયંભૂ લોકડાઉન સ્વીકાર ની વાત થઈ છે

” અમહદનગર પંચાયત સમિતિના રામદાસ ભોરે જણાવ્યું કે, આ લોકડાઉને અમને પરેશાની જ નથી આપી પરંતુ ઘણુ બધુ શીખવ્યું છે. કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં આતંક મચાવીને લોકોને ઘરમાં બેસવા મજબૂર કરી દીધા છે. પરંતુ ખેડૂતો આ મુશ્કેલ સ્થિતિમાં પણ પોતાનું કામ કરી રહ્યા હતા. કોરોના સંકટે શહેર અને ગામના લોકોને ઘણું બધું શીખવી દીધું છે. આ કારણે જ અહમદનગર પંચાયત સમિતિએ આ નિર્ણય લીધો છે કે હવે ધરતીને પણ થોડો આરામ આપવો જરૂરી છે. આથી 105 ગામના લોકોએ એક મતથી આ પ્રસ્તાવ પસાર કર્યો છે કે દરવર્ષે મે મહિનામાં 8 દિવસ ગામડાઓમાં સંપૂર્ણ રીતે લોકડાઉનનું પાલન કરવામાં આવશે. “

આશા રાખીએ કે કચ્છમાં પણ આવી શરૂઆત કોઈક ગામડું કરે, એમાં ગુમાવવાનું કદાચ આર્થિક હોઈ શકે ,પણ મળી ઘણું શકે છે એવું મહારાષ્ટ્રનાં આ અમહદનગર નાં લોકોનાં અનુભવ ઉપરથી થી લાગે છે.

ડેલીહન્ટ નાં માધ્યમથી ‘સત્ય ડે’ બ્લોગ દ્વારા વાંચવા મળેલ આ સમાચાર માં અન્ય વિગતો આ પ્રમાણે છે 

“ગામની બધી દુકાનો બંધ રહેશે, સાથે જ ખેડૂતો ખેતીના તમામ કામ બંધ રાખીને લોકડાઉનનું પાલન કરશે. મહાત્મા ગાંધી પોતાના જીવનકાળમાં ગામડાઓ પર ખાસ ધ્યાન રાખવા અને ‘ગામ તરફ ચલો’ની વાત કરતા હતા પરંતુ ત્યારે તેમની વાતને ગંભીરતાથી નહોતી લેવાઈ. પરંતુ અહમદનગરના ગામલોકોએ ગાંધીજીના આ સૂત્રને પોતાના મનમાં બેસાડી દીધું છે. કોરોના વાયરસના કારણે લોકો શહેરોથી પોતાના ગામમાં પાછા આવ્યા છે અને ખેતીના કામમાં જોડાયા છે. શહેરની ભપકાદાર લાઈફસ્ટાઈમાંથી ગામમાં આવતા લોકોની જિંદગીમાંથી આરામ ગાયબ થઈ ગયો હતો. આ જ આરામ અને સુખને પાછા લાવવા લોકડાઉનનો પ્લાન બનાવાયો છે. આ 8 દિવસોમાં વિકાસ અને તેના પર અલમ કરનારી યોજનાઓ પર કામ કરાશે. લોકોના શ્રમદાન દ્વારા ગામનાા વિકાસ કાર્યો કરાશે.”

બીજાને ગમે કે ન ગમે પણ વ્યક્તિગત રીતે આ લેખ મને સ્પર્શ કરી ગયો છે, 

મારી એક પંક્તિ જે 1995 માં કોલેજમાં હતો ત્યારે લખેલી 

” થાકી જઈશ બહાર , તું અંદર આવ .

બહાર જીત ને હાર , તું અંદર આવ.”

આજે એ 25 વર્ષ પછી ફરી યાદ આવી .

ઘણાં વાંચકોને લાગતું હશે કે હું આળસુ છું , મને કામ નથી ગમતું , પણ મિત્રો એવું નથી હું પણ સવારે 8 થી રાતે 11 સુધી સતત કામ કરૂં છું ,પણ વચ્ચે મારા માટે પણ સમય ચોરી લઉં છું .

સતત કામ અને જો થોભવાની કલા નહિ આવડતી હોય તો આપણી જિંદગી પણ બ્રેક વગરની ગાડી જેવી થઈ જવાની.

‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ નું સૂત્ર આપનાર વિવેકાનંદ પણ આખો બંધ કરીને ધ્યાનમુદ્રા માં બેઠેલા હોય એવી તસવીર તમે અને મેં જોઈ જ છે.

આ ભગદોડ માં ધ્યાન ન ભૂલાય, આ અતિ ગતિમાં દોડતાં આપણે સૌ ક્યારેક ઊભાં પણ રેવાનું છે એ ન ભૂલાય.

મહારાષ્ટ્ર નાં અમહદનગર ની જેમ કચ્છનું આસંબીયા , આધોઇ, અજાપર, અમરાપર , અજરખપુર અને અંજાર પણ વર્ષમાં એકાદ અઠવાડિયું ધીમું પડે , 

ભુજ પણ ભાગદોડ માં ઘડીક વિસામો લે , નખત્રાણા પણ ઘડીકવાર મહત્વાકાંક્ષાઓનો પોટલો સ્હેજવાર માટે હેઠો નાંખી દે,

માંડવી પણ આકાશમાં ઊંચે ઊંચે જ ન ઊડી ને ઘણીવાર નીચે આવવાનું મન મનાવી લે , રાપર પણ થોડીવાર રાહત લે. ગાંધીધામ પણ ગાંધી ચીંધ્યા માર્ગે અપરિગ્રહની ગાંઠ વાળે.

મિત્રો થોડું અઘરું છે ,કારણ આ આદત આપણાં વડીલોમાં પણ ન્હોતી એટલે અચાનક આમ અટકવું , સ્હેજ થોભવું ,આપણે બીજાથી પાછળ રહી જશું એ વિચારથી ,એ ભાવથી આપણી બુદ્ધિ એવું કરવા નહીં પણ દે, પણ “સ્નેહીજનો’ ( મોદી સાહેબનો ભાઈઓ બહેનો પછીનો નવો શબ્દ) હા સ્નેહીજનો આપણે ક્યારેક ક તો મજબૂર થઈને પણ થોભવું તો પડશે જ , તો આપણે સ્વેચ્છાએ ક્યારેક એકાદ બે ઘડી , એકાદ બે દિવસ થોભવાની આદત પાડવી પડશે.

ચાલો સ્નેહીજનો અત્યારે આટલું જ , ફરી નવાં વિષયને લઈને મળશું , ત્યાં સુધી આપને સ્હેજ થોભવા માટે નાં Best Of Luck

 

  • જામ જયમલસિંહ એ.બી.જાડેજા
  • મા આશાપુરા ન્યુઝ
  • Youtube : maa news live
  • 97252 06123 
  • 94287 48643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *