કચ્છમાં વધતાં કોરોના સંક્રમણને પગલે વધુ ૧૨ વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થયા

Contact News Publisher

વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં ૧૨ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેમાં ૨૭૨૬ લોકોનો સર્વે કરાયા હતો.

છેલ્લા ચોવીસ કલાકમાં કુલ ૧૧૭ શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. છેલ્લા ચોવીસ કલાકમાં ૧ પોઝીટીવ કેસ નોંધાયેલો છે. ૧૦ શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના બાકી છે અત્યાર સુધી કુલ ૯૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. હાલમાં ૧૩ એકટીવ પોઝીટીવ કેસ છે. કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા લોકોની ક્વોરન્ટાઇન અંગેની વિગતોમાં હાલમાં ૧૩૦૪ જેટલા લોકો સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ છે.

હાલમાં ૫૧૨૪ લોકોને હોમ ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવેલા છે. જયારે પોઝીટીવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની ક્વોરન્ટાઈન અંગેની વિગતોમાં અત્યાર સુધી કુલ ૩૮૫ લોકોને સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. અત્યાર સુધી ૭૨૯ વ્યકિતઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વિવિધ કોવીડ હોસ્પિટલમાં હાલ ૧૯ દર્દી એડમીટ છે અને અત્યાર સુધીમાં કુલ ૨૩૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *