વેકરીયાના રણમાં વાહન ફસાયા : ગાડીઓની લાંબી કતારો લાગી

Contact News Publisher

કચ્છના વેકરીયા રણમાં બે દિવસ અગાઉ પડેલા વરસાદના પગલે ફરી એક વખત કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારી સામે આવતા આજે પણ આ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે વેકરીયા રણ વિસ્તારમાં બપોરના સમયે વાહનોની કતારો જોવા મળી હતી. રોડના નવીનીકરણની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા ચીકણી માટી પાથરી નાખવામાં આવી હોવાથી રસ્તો બ્લોક થઈ ગયો હતો.

 

 

ગતરોજ પાવરપટ્ટી સહિતના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જેના પગલે આ વિસ્તારમાં આવેલા વેકરીયાના રણમાં રોડની કામગીરીના કારણે અનેક કલાકો સુાધી કતારમાં ઉભુ રહેવુ પડયુ હતુ. વેકરીયાના રણમાં રોડની સપાટી ઉપર લાવવાની કામગીરી ચાલુમાં છે જેમાં સૃથાનિક રાજીકીય આગેવાન કોન્ટ્રાકટર દ્વારા નિયમોનો ભંગ કરાઈ રહ્યો છે. મોરમના બદલે રણની ચીકણી માટી વાપરવામાં આવી હોવાથી આજે પણ રોડ બ્લોક થઈ ગયો હતો. આવતીકાલાથી પ્રા.શાળાઓ ખુલી રહી હોવાથી આજે શિક્ષકો પરત ફર્યા હતા. પરંતુ, વરસાદના લીધે આ રોડ પર માટી પાથરાઈ જતા તેમને ઘર જવા કલાકો સુાધી રાહ જોવી પડી હતી. ભીરંડીયારા, ખાવડા, હાજીપીર, ગોરેવાલી, કુરન સહિતના ગામોમાં જવા માંગતા અને ભુજ તરફ આવનારા વાહનો આજે ફરી ફસાયા હતા. ચાલકો આ રોડની કામગીરીને લઈને ત્રાસી ગયા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *