કચ્છના જયંતી ભાનુશાલી હત્યા કેસમાં મનિષા ગૌસ્વામીની જામીન અરજી કોર્ટે ફગાવી

Contact News Publisher

સોરાષ્ટ્ર-કચ્છ સહીત સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર એવા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનશાળીની તા.૦૭/૦૧/૨૦૧૯ ના ભુજથી અમદાવાદ જતી ટ્રેનમાં શાર્પશુટરો દ્વારા ગોળી ધરબી દઈ હત્યા કરવાના ગુન્હામાં માસ્ટર માઈન્ડ મનિષા ગોસ્વામીએ જામીન પર મુકત થવા કરેલ અરજી ભચાઉ સેશન્સ કોર્ટે ફગાવી દીધેલ છે.


આ કેસની હકીકત એવી છે કે, મરણજનાર અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાળી તા.૦૭/૦૧/૨૦૧૯ ના રોજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન નં.૧૯૧૧૮ માં ભુજ થી અમદાવાદ ફર્સ્ટ એ.સી. કોચમાં કોચ નં. એચ/૧ ની ‘જી’ કેબીનમાં શીટ નં. ૧૯ ઉપર મુસાફરી કરતા હતા તે દરમ્યાન ટ્રેન સામખીયાળી સ્ટેશન નજીક પહોંચેલ ત્યારે ચાલુ ગાડીએ મહારાષ્ટ્રના શાર્પશુટરો શશીકાંત ઉર્ફ બીટીયાદાદા કાંબલે અને અશરફ અનવર શેખે પૂર્વાયોજીત કાવત્રા મુજબ જયંતી ભાનુશાળી ઉપર બંધૂકથી ફાયરીંગ કરી હત્યા નિપજાવેલ હતી. જે બનાવ અનુસંધાને ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં છબીલદાસ નારણભાઈ પટેલ, મનીષાબેન ગોસ્વામી, જયંતીભાઈ જેઠાલાલ ઠક્કર, સિઘ્ધાર્થ છબીલદાસ પટેલ, સરજીત ભાઉ વિગેરે વિરૂઘ્ધ ઇ.પી.કો. કલમ-૩૦૨, ૧૨૦ (બી), ૩૪ તથા આર્મ્સ એકટની કલમ-૨પ, ૨૭ વિગેરે મુજબની એફ.આઈ.આર. જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ નોંધાવેલ હતી.

તમામ આરોપીઓ પૈકી મુખ્ય કાવત્રાખોર એવા છબીલ નારણભાઈ પટેલ બનાવ બાદ અમેરીકા ખાતે નાસી ગયેલ અને સમગ્ર બનાવ પાર પાડવામાં માસ્ટર માઈન્ડ મનિષા ગોસ્વામી મહારાષ્ટ્રની ગેંગના અન્ય સભ્યો સાથે ભારતના વિવિધ રાજયોમાં ભાગતી ફરેલ અંતે નવેમ્બર-૨૦૧૯ માં પોલીસે બાતમીના આધારે ઉતરપ્રદેશના પ્રયાગરાજ ખાતેથી પકડી પાડેલ અને ત્યારથી આરોપી જેલમાં હોઇ જામીન પર છુટવા માટે ભચાઉની સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરેલ હતી. સમગ્ર પ્રકરણમાં ઉપજનાર કાયદાકીય આંટીઘુટીને ભેદવા માટે સરકાર દ્વારા સ્પે. પબ્લીક પ્રોસીક્યટર તરીકે સીનીયર એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ તથા તુષાર ગોકાણીની નિમણુંક કરવામાં આવેલ અને તેથી આરોપીએ કરેલ જામીન અરજીની નોટીસ મળતા સ્પે. પી.પી. તરીકે ભચાઉ સેશન્સ અદાલતમાં વિડીયો કોન્ફરન્સથી હાજર થયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *