આત્મહત્યા, અકસ્માત, દુષ્કર્મ, ભ્રષ્ટાચાર જેવા અનિષ્ટો સતત વધી રહી છે ત્યારે પ્રેરક વાંચન જ એવું સરળ માધ્યમ છે કે માણસને ખરાબ કૃત્યો કરતા રોકી શકે છે

Contact News Publisher

આભાર..
યુ. કે. જાડેજા સાહેબ
~~~~~~~
DR B H SOMAIYA
~~~~~~~
યુ. કે. જાડેજા સાહેબ ગુજરાત સરકારના નિવૃત્ત કર્મચારી અગ્રણી છે. ૭૫ વર્ષના યુવાન છે. મૂળ શિશાંગ ગામના વતની અને હાલ કાલાવડ મુકામે રહે છે.

યુ. કે. જાડેજા સાહેબે મારા દ્વારા લિખિત બે પુસ્તકો વાંચી અભિપ્રાય મોકલ્યો છે, એ બદલ તેમનો અંત:કરણપૂર્વક આભાર માનું છું.

ખરેખર હું વિદ્યાર્થી છું અને વિદ્યાર્થીઓ, યુવાનો અને મહત્વાકાંક્ષી લોકો માટે લખું છું તેમજ તેઓ મારી મુલાકાતે આવે ત્યારે તેઓને અવશ્ય પુસ્તકો ભેટ આપતો રહું છું. પરંતુ વિદ્યાર્થીઓ કે યુવાનોના પુસ્તક વિશે લિખિત અભિપ્રાયો સાંપડતા નથી.

આ સમયે યુ. કે. જાડેજા સરનો પુસ્તક વિશેનો અભિપ્રાય ઘણું કહી જાય છે.

મોટાભાગના લોકો ૬૦-૬૫ વર્ષે ઘરડા થઈ જાય છે. પણ વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે જેમ જેમ વય મોટી થાય તેમ તેમ નવું નવું વાંચવાથી, શીખવાથી અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવાથી મનુષ્યના મગજના ન્યુરોન્સ પુન સ્ટ્રોંગ બને છે, એકટીવેટ થાય છે અને મનુષ્યના આરોગ્યમાં સુધારો કરે છે. ચહેરાની ચમક વધી જાય છે.

આ તબક્કે યુવાનો નવું નવું શીખે નવું વાંચે એવો અનુરોધ કરું છું.

આજે હત્યા, આત્મહત્યા, અકસ્માત, દુષ્કર્મ, ભ્રષ્ટાચાર જેવા અનિષ્ટો સતત વધી રહી છે ત્યારે પ્રેરક વાંચન જ એવું સરળ માધ્યમ છે કે માણસને ખરાબ કૃત્યો કરતા રોકી શકે છે. માટે જ અમો “ઘર-ઘર પુસ્તકાલય ઘર-ઘર શાંતિ” અભિયાન વર્ષોથી ચલાવીએ છીએ.

પુસ્તક વાંચનથી સર્વ પ્રથમ ફાયદો એ છે કે મનુષ્ય પોતાના ભવિષ્ય વિશે વિચારતો થઈ જાય છે. જે માણસ કાર્ય કરતાં પહેલા તેના તાત્કાલિક પરિણામને તેમજ લાંબાગાળના પરિણામ વિશે અનુમાન લગાવે છે, તે જ મનુષ્ય ખરેખર શિક્ષિત, દીક્ષિત અને પ્રશિક્ષિત કહેવાય. અને આવો જ ભવિષ્યનું અનુમાન અને આકલન કરવા વાળો જ મનુષ્ય સાચા અર્થમાં સુખી કહેવાય.

પૈસે ટકે સુખી હોવું ખૂબ જ સારું ગણાય. પણ સંસ્કાર, સદાચાર અને શિસ્ત વગરનો પૈસાદાર માણસ ગમે ત્યારે ગરીબ બની શકે છે. એટલું જ સંસ્કાર, સદાચાર અને શિસ્ત વગેરનો માણસ પોતે તો ડૂબે છે સાથે સાથે બીજાને પણ ડૂબાડે છે. પોતાના સંતાનોને પણ ડૂબાડે છે.

આ તબક્કે માતા-પિતા, શિક્ષકો, સંતો અને રાષ્ટ્રના સારથિઓની જવાબદારી અનેકગણી વધી જાય છે.

મને ઘણું અચરજ થાય છે કે જેમના લાખો અનુયાયીઓ છે, એવા સંતો કે મહંતો જ્યારે કોઈ દીકરી પર દુષ્કર્મ થાય છે કે કોઈપણ મનુષ્ય પર ભયંકર અત્યાચાર થાય છે ત્યારે કેમ મેદાનમાં આવતા નથી. ખેર, આ સૌની સહિયારી જવાબદારી છે.

આપણે કશું ન કરીએ તો કમ સે કમ પોતે પોતાની જાતમાં સુધારો લાવવી તો લાંબાગાળે ઘણું થઈ શકે છે.

જીવનમાં નાની નાની આદતો, નાના સંસ્કારો, નાની નાની શિસ્ત પાલનની ટેવો અને નાની નાની બચતો માણસને સાચા અર્થમાં સુખી બનાવે છે.

સૌજન્ય : ડૉ. ભાણજીભાઈ સોમૈયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *