સંકલ્પ સાહિત્ય સર્જન સમૂહ અને નેક્ષસ સ્ટોરીઝ પ્રકાશનનો વિમોચન કાર્યક્રમ તારીખ 22-2-22નાં ઓનલાઈન રહેશે

Contact News Publisher

સ્વતંત્રતાના અમૃતપર્વ પર વાંચકોને અનોખી ભેટ મળવા જઈ રહી છે.
સ્વતંત્રતાનાં અમૃત પર્વની અનોખી ઉજવણી કરવા માટે નેક્ષસ સ્ટોરીઝ પબ્લિકેશન અને સંકલ્પ સાહિત્ય સર્જન સમૂહ દ્વારા તારીખ 22 – ફેબ્રુઆરી 22નાં એક સાથે 50 થી વધુ લેખક અને કવિનાં પુસ્તક વિમોચન કરી વિક્રમ સ્થાપિત કરવા જઈ રહ્યા છે.
જેની નોંધ ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં થવાની છે.
22- ફેબ્રુઆરીએ ઓનલાઈન આયોજિત થનારા આ કાર્યક્રમમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનાં પુસ્તકોનું વિમોચન થવાનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર 2 મહિનાનાં ટૂંકા સમયમાં આ પુસ્તકો પ્રકાશિત થઈ વિમોચન થવા જઈ રહ્યા છે જેમાં. વાર્તાઓ, બાળકથા, બાળ કાવ્યો, કવિતાઓ, ગઝલ, પ્રવાસ નિબંધ, સંસ્કૃત સુભાષિતો, આરોગ્ય લક્ષી, દેશભક્તિના, નવલકથા વગેરે પ્રકારનાં પુસ્તકોનો સમાવેશ થયો છે.

ટાગોર રોડ પર ઓવરબ્રિજ માટે 80 વૃક્ષોનું નિકંદન કરાશે

જુઓ વીડિયો :

સંકલ્પ સાહિત્ય સર્જન સમૂહ અને નેક્ષસ સ્ટોરીઝ પ્રકાશનનો વિમોચન કાર્યક્રમ તારીખ 22-2-22નાં ઓનલાઈન રહેશે તથા તેનું જીવંત પ્રસારણ The Reader Sacho YouTube ચેનલ અને નેક્ષસ સ્ટોરીઝ પબ્લિકેશનના ફેસબુક પેજ પર નિહાળી શકાશે.

અહેવાલ :

નીરવ ગોસ્વામી ,

અંજાર બ્યુરો ,

9725206125 / 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *