નેત્રા : બાળકોના અભ્યાસ સાથે બાહ્ય જ્ઞાનમાં વૃદ્ધિ સાથે મનોરંજન મળે તે માટે આનંદ મેળો યોજાયો

Contact News Publisher

નેત્રા, તા. નખત્રાણા,

નેત્રા પ્રાથમિક કુમાર શાળામાં આનંદ મેળો યોજાયો હતો, ગ્રાહકને બજારનો રાજા કહેવાય છે, ગ્રાહકને ઘણાં દેવતાનું સ્વરૂપ પણ આપે છે, ગ્રાહક પર જ તો ઘણા બધાની રોજીરોટી નિર્ભર છે, પણ આ ગ્રાહક રાજા મળે તો ક્યાં મળે ? તેનો જવાબ છે આ આનંદ મેળો, એટલા માટે જ નેત્રા પ્રા. કુમાર શાળામાં આનંદ મેળો રાખવામાં આવ્યો હતો,

Click the video to see other news

માંડવી એઈમ્સ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો.

બાળકોના અભ્યાસ સાથે બાહ્ય જ્ઞાનમાં વૃદ્ધિ સાથે મનોરંજન મળે તે માટે આનંદ મેળો યોજાયો હતો, આ આનંદ મેળામાં ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓએે ભાગ લીધો હતો, આ આનંદ મેળામાં ૧૮ સ્ટોલ ઉભા કરવામા આવ્યા હતાં જે સ્ટોલ પર અલગ અલગ વાનગીઓ મળે તે રીતના આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી, અને સ્વચ્છતાનો ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ,

વાલીઓએ આનંદ મેળાનો ભરપુર લાભ લીધો હતો અને વિવિધ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો, આ આનંદમેળા દ્વારા આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ પોતાની વિશેષતા અને સમજદારીનો ઉપયોગ કરીને ગ્રાહકોને આર્કિષત કરવા અને સફ્ળ ધંધાદારી કેવી રીતે બનાય એ વિશેનું સંપૂર્ણ જ્ઞાાન શાળા દ્વારા બાળકોને આપવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો દ્વારા કચ્છીભેળ, મીઠાપાન, ફાલુદા, પાણીપુરી, ગુલાબ જાંબુ, ભુંગળા બટાટા, પોપકોર્ન, બદામશેક, દાબેલી જેવી ૧૮ જેટલી વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી, આ અંગે શાળાના શિક્ષક લહેરીભાઇ ગરવાએ જણાવ્યું હતુ કે, વેપાર કરવો ખૂબ અઘરો છે, ગ્રાહકોને સમજાવી માલ વેચવાનો અને એમાંથી મહત્મ નફો મળે તેવા પ્રયત્નો કરવા અને આપણાં હરીફો સામે કેમ આપણે વધુ વેચાણ કરવું તે અંગેની માહિતી મળી રહે તથા બાળકોને વેપાર અંગે માહીતી મળે તેવા ઉદેશ્ય સાથે આ આનંદ મેળાનો આયોજન કરાયુ હતુ,

જેમાં મામદભાઇ કુંભાર, હારુનભાઈ કુંભાર, અબ્બાસભાઈ કુંભાર, વિજયભાઇ સીજુ, શીવજીભાઇ સીજુ, હૈદરઅલી સૈયદ, માયાબેન ચારણ, માયાબેન પટેલ, અભેસિંહ પલાણીયા, શંકરભાઇ ગોસ્વામી, દર્શનાબેન શિહોરા, જીગરભાઈ જોષી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમને સફળ બનાવવા માટે હર્ષાબેન ઠક્કર, લહેરીકાંત ગરવા, કોમલબેન પટેલ, મંજુબેન કેશવાલા, દિપીકાબેન રાઠોડ સહિત સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી…

અહેવાલ :

– વિજય સીજુ ( નેત્રા )

માઁ આશાપુરા ન્યુઝ,

નેત્રા બ્યુરો ,

Maa news live (all social media)

7 thoughts on “નેત્રા : બાળકોના અભ્યાસ સાથે બાહ્ય જ્ઞાનમાં વૃદ્ધિ સાથે મનોરંજન મળે તે માટે આનંદ મેળો યોજાયો

  1. Pingback: Hunter898
  2. Pingback: Bk8
  3. Pingback: lsm99.review
  4. Pingback: ai nude

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *