મોરબીમાં એક જ પરિવારના 13 સભ્યોને અકસ્માત નડ્યો, છ લોકોના મોત

Contact News Publisher

દિવસેને દિવસે અકસ્માતનું ઘર બનતા જતા મોરબી- માળીયા હાઇવે પર અકસ્માતની રુહકાંપ ઘટના સામે આવી છે. જેમાં માળીયા હાઇવે પર આવેલ એક કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો .જેમાં એક, બે નહી પરંતુ છ લોકોના એક સાથે કમકમાટીભર્યા મોત નિપજતા માર્ગ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મૃતકોને 4-4 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. એવી અને મોરબી માળીયા ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર કચ્છના માધાપર ખાતે રહેતો રઘુવંશી પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીને પરત માધાપર જઇ રહ્યો હતો. આ વેળાએ મોરબીના કટારીયા ખાતે હવનમાંથી મોરબી પરત આવતા હતા તે વેળાએ કારને માળીયા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. એક કાર બીજા વાહન સાથે અથડાતા એક સમટા પાંચ જેટલા લોકોના કાળનો કોળિયો બની ગયા હતા. જેમાં મોરબીના મહેન્દ્રભાઈ પ્રાગજી ભાઈ રવેશિયા, સુધાબેન મહેન્દ્ર ભાઈ રવેશીયા, જિજ્ઞાબેન ઘનશ્યામ જોબનપુત્રા,રિયાંશ ધનશ્યામ જોબનપુત્રાના કરુણ મોત નિપજ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News