લો બોલો! કિલો 200 રૂપિયે વેચાતા ટામેટાંના સીધા 2 રૂપિયા, ખેડૂતોએ ફરી ચોધાર આંસુએ આવ્યો રડવાનો વારો

Contact News Publisher

દેશભરમાં એક સમયે ટામેટાના ભાવોને લઈને હાહાકાર મચી ગયો હતો, એ સમયે ટામેટાના ભાવ 200થી 250 રૂપિયા કિલો થઈ ગયા હતા. પરંતુ હવે તો પરિસ્થિતિ તદ્દન વિપરિત બની ગઈ છે. હાલ ટામેટાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બે મહિના અગાઉ 200 રૂપિયા કિલો વેચાતા ટામેટા અત્યારે 2 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે.

ખેડૂતે જણાવ્યું હતું કે, ટામેટા અત્યારે માત્ર 2 રૂપિયા કિલો અને 40થી 50 રૂપિયા મણ વેચાય છે. અમે જે વાવેતર કરેલું છે તેની પાછળ લગભગ 1 લાખનો ખર્ચ થયો છે, તેની સામે અત્યારે 15થી 20 હજાર રૂપિયા આવક આવી છે. આ વર્ષે એક તો અનિયમિત વરસાદ પડ્યો છે, જેના કારણે વાવેતર પણ ઓછું થયું છે. તો બીજી બાજુ માર્કેટમાં અત્યારે અમારે ટામેટા સામેથી આપવા જવા પડે છે. માર્કેટ યાર્ડ સુધી પહોંચડાવાનો ખર્ચ પણ ખેડૂતોને મળતો નથી.

ખેડૂતે જણાવ્યું કે, માર્કેટમાં ટામેટાની આયત એટલી બધી કરેલી છે, જેના કારણે લોકલ ખેડૂતોને ભાવ મળતો નથી અને ખેડૂતો દિવસેને દિવસે દેવાદાર થતાં જાય છે. બધા જ ટામેટા પકવતા ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે. રિટેલ બજારમાં ટામેટા 20થી 30 રૂપિયા કિલો વેચાય છે, પણ ખેડૂતોને કિલોને 2 રૂપિયા જ મળે છે. આ તફાવત ઘણો મોટો છે, રિટેલ માર્કેટમાં વેપારીઓ કમાય છે પણ ખેડૂતો દેવાદાર થતા જાય છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, સરકારે ટામેટા પકવતા ખેડૂતો પર ધ્યાન આપવું જોઈએ. ખેડૂતોને પોષણશ્રમ ભાવ મળે એના માટે સરકારે પગલા ભરવા જોઈએ.

Exclusive News