2024ની ચૂંટણી પહેલા ખેડૂતો માટે સૌથી મોટું એલાન કરવાની તૈયારીમાં મોદી સરકાર, હજારો કરોડની વ્યવસ્થામાં લાગ્યું નાણામંત્રાલય

Contact News Publisher

 મોદી સરકાર નાના ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે.  2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM કિસાનની રકમ 6000 રૂપિયાથી વધારીને 8000 રૂપિયા કરી શકે છે. આ બાબતથી વાકેફ બે અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકાર નાના ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તામાં આપવામાં આવતી PM કિસાન સન્માન નિધિની રકમ 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે.PM કિસાન સન્માન નિધિમાં આ અપડેટ પર નામ ન આપવાની શરતે આ અધિકારીઓએ એક ખાનગી મીડિયા હાઉસને કહ્યું કે, આ મામલો હજી વિચારણા હેઠળ છે. જો તે મંજૂર થાય છે તો આ યોજનાથી સરકારને 20,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. આ ચાલુ નાણાકીય વર્ષમાં માર્ચ 2024 સુધીના કાર્યક્રમ માટે 60,000 કરોડ રૂપિયાના બજેટ ઉપરાંત હશે. જોકે નાણા મંત્રાલયના પ્રવક્તા નાનુ ભસીને આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.