ઓખીમાં નુકસાની પામેલા પાકનું વળતર ખેડુતોને ચુકવાશે:વિજય રૂપાણી..

Contact News Publisher

છેલ્લા બે દિવસથી આવેલા ઓખી વાવાઝોડાએ ભલે જાનહાનિ કરી ના હોય પરંતું રાજ્યમાં ખેડુતોને પારાવાર નુકસાન કરાવ્યું છે.સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને બીજા વિસ્તારોમાં પડેલાં વરસાદને કારણે રાજ્યમાં પાકને નુકસાન પહોંચ્યું છે. છેલ્લા બે દિવસ દરમિયાન ઓખી વાવાઝોડા કારણે રાજ્યભરમાં ઠેર ઠેર જગ્યાએ પડેલા કમોસમી વરસાદી માવઠાના કારણે ખેતીના પાકને કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું.

ખેડુતોને થયેલી આ નુકસાની અંગે બુધવારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ મહત્વની જાહેરાત કરી હતી.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને બુધવારે રાજકોટમાં યોજાયેલા મુખ્યમંત્રીના રોડ શો દરમિયાન મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણવ્યું હતું કે ઓખીની અસરના કારણે રાજ્યમાં ખેતીમાં થયેલી નૂકશાનીનો સર્વે કરીને ખેડુતોને વળતર ચૂકવવામાં આવશે .

ઉલ્લેખનીય છે કે કુદરતી આપત્તિ સમયે જ્યારે ખેડુતોને પાકનું નુકસાન જતું હોય છે ત્યારે તેના વીમાનું વળતર મેળવવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે.રાજ્યમાં છેલ્લા બે દિવસમાં પડેલા ઈમાવઠાને કારણે જીરૂ,એરંડો,મગફળી અને કપાસ જેવા પાકોને પારાવાર નુકસાન થયું છે.
ઓખી વાવાઝોડાએ ખેડુતોને નવડાવ્યા,કમોસમી વરસાદે લાખો રૂપિયાનો પાક બગાડ્યો

ઓખી વાવાઝોડાની અસર માત્રથી રાજ્યમાં શિયાળુ પાક, રોકડીયા પાકથી માંડીને ફળફળાદીના પાકને વ્યાપક નુકશાન થયુ છે. આ નુકશાનના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો ત્યારે આ સમયે મુખ્યમંત્રી દ્વારા કરાયેલી સર્વે અને વળતરની આ જાહેરાતથી ખેડૂતોમાં ભરપાઈ અંગે એક આશા બંઘાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *