ભારતે રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને સીરિઝ જીતી લીધી છે.

Contact News Publisher

કાનપુરના  ગ્રીનપાર્ક સ્ટેડિયમ ખાતે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડેમાં કિવી ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 337 રન કર્યા હતા. 338 રનના ટાર્ગેટ સામે ઉતરેલી કિવી ટીમે 7 વિકેટે 331 રન કરતા તેમની 6 રને હાર થઈ હતી.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને બેટિંગ આપી હતી. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટીંગ કરતાં કિવીને 338 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતાં 147 રન ફટકાર્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ 113 રનની કેપ્ટન ઈનિંગ રમી હતી.

ન્યૂઝીલેન્ડે 15 ઓવરમાં પોતાના 100 રન પણ પૂરા કરી લીધા હતા.જસપ્રિત બૂમરાહે ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવતા માર્ટિન ગુપ્ટિલને 10 રને ક્લિન બોલ્ડ કરી દીધો હતો.

યૂઝવેન્દ્ર ચહલે ખરા સમયે ટીમ ઈન્ડિયાને મહત્વપૂર્ણ સફળતા અપાવતા ખતરનાક બની ગયેલા કોલિંન મૂનરોને 75 રને ક્લિન બોલ્ડ કરી દીધો હતો. મૂનરોએ 7 ફોર અને 3 સિક્સ ફટકારી હતી.

રોમાંચક તબક્કામાં આવી ગયેલી મેચ સમયે ટીમ ઈન્ડિયાને મહત્વની વિકેટ મળી હતી. બૂમરાહની 48 ઓવરમાં ટોમ લેથમ 65 રન બનાવીને રન આઉટ થઈ ગયો હતો.બૂમરાહે 3 વિકેટ ઝડપીને મેચ જીતડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

– મા આશાપુરા ન્યુઝ .
( 9428748643 વોટ્સએપ ),
9725206123 .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *