ઇન્ડિયાબુલ્સ વેન્ચર્સના બ્રાંડ એમ્બેસેડર બન્યા MS Dhoni

Contact News Publisher

ઇન્ડિયાબુલ્સ વેન્ચર્સના બ્રાંડ એમ્બેસેડર બન્યા MS Dhoni
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન MS Dhoni એ ઇન્ડિયાબુલ્સ વેન્ચર્સની સાથે જોડાઈ ગયા છે. તે આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર હશે. આ અગાઉ મહેન્દ્ર સિંહ ધોની આમ્રપાલી ગ્રુપના બ્રાંડ એમ્બેસેડર તરીકે જોડાયા હતા. પરંતુ લોકોની ફરિયાદો અને નકારાત્મક સમીક્ષાઓના કારણે એપ્રિલ ૨૦૧૬ માં તેમને આ ગ્રુપને છોડી દીધું હતું.
ઇન્ડિયાબુલ્સ વેન્ચર્સ એક ભારતીય કંપની છે, જેનું મુખ્ય મથક ગુડગાંવ છે, જયારે મુંબઈમાં તેની કોર્પોરેટ ઓફીસ છે. આ કંપની રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ ફાઇનાન્સ અને સિક્યોરીટીઝ જેવા વિભિન્ન ક્ષેત્રોમ કામ કરે છે.
સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, તો ઇન્ડિયાબુલ્સ વેન્ચર્સથી જલ્દી જ મહેન્દ્ર સિંહ ધોની સાથે એક એડ કેમ્પેન શરૂ કરશે, જેનું નામ 'ધની' હોઈ શકે છે. મહેન્દ્ર સિંહ ધોનીની તસ્વીર સાથે 'ધની' લખાયેલું જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *