મુંબઈમાં થતો ‘ વંદે ગૌ માતરમ ‘ કાર્યક્રમ એટલે મુંબઈથી કચ્છનાં ગૌધનની ચિંતા

Featured Video Play Icon
Contact News Publisher

કચ્છના લોકો ધંધા વ્યવસાય અર્થે દેશ વિદેશમાં સ્થાયી થયા છે ,એમાંય મુંબઈ એ હવે મિની કચ્છ બન્યું છે એમ કહી શકાય .
મુંબઈના ઘણા વિસ્તારોમાં કચ્છીમાડુ નો દબદબો છે, ઘાટકોપર હોય , મુલુન્ડ હોય કે દાદર હોય, કે પછી મુંબઈ ના નવા દૂર વિસ્તારો જેમકે થાણા હોય .દરેક ક્ષેત્રે કચ્છીમાડુ નો સારો મેળાવડો છે ,સારી નામના છે.
કચ્છ માટે સતત વિચારવું એ મુંબઈમાં રહેતા કચ્છી માણસ નો જીવન મંત્ર બન્યો છે ,એમનો ધર્મ બન્યો છે.
ત્યારે ખાસ કરીને “વંદે ગૌ માતરમ” એ શબ્દ હવે મુંબઈ અને કચ્છ માટે અજાણ્યો નથી ,દર વર્ષે વંદે ગૌ માતરમ્ ના નેજા હેઠળ એક સરસ ડાયરો – સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ,એમાંથી થતી ગોર અને અન્ય દાનની આવક ને કચ્છના ગૌધન માટે- કચ્છના અબોલ જીવ માટે વાપરવામાં આવે છે .
આ કામગીરીને બિરદાવી એ સૌ માડુ ની ફરજ અને ધર્મ છે.2019 વંદે ગૌ માતરમ કાર્યક્રમ મુંબઈ મધ્યે યોજાયો અને એનું જીવંત પ્રસારણ ” મા આશાપુરા ન્યુઝ ” દ્વારા કરવામાં આવ્યું હતું , જેની લીંક પણ આપ youtube માં maa news live સર્ચ કરી જોઈ શકો છો .
Live કાર્યક્રમ બાદ વંદે ગૌ માતરમ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત રહેલ મહાનુભાવો, આદરણીય અમે પૂજનીય અતિથિઓના મા ન્યુઝ દ્વારા પ્રતિભાવ (interview) લેવામાં આવેલ જે પણ આપ યૂટ્યૂબ ચેનલ માં maa news live સર્ચ કરી જોઈ શકો છો.

વિડીયો અને અહેવાલ
મા ન્યુઝ – મુંબઈ .

Youtube : maa news live
Website : www.maashapuranews.com
Android App : maa news
Whatsapp : 94287 48643
97252 06127

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *