અમે ત્રણ, તમે પણ ત્રણ ; અમારાં ઉપર કૃપા કરો

Contact News Publisher

હિન્દૂ, ઈસાઈ સહિત ઘણાં ધર્મમાં ભગવાનનાં ત્રણ સ્વરૂપ બતાવવામાં આવ્યા છે,
આ વાર્તા પ્રસિદ્ધ વિચારક ટોલસ્ટોયે કરેલ છે :
ત્રણ ફકીર હતા , પણ અદ્ભૂત હતા, સ્થાનિક લોકો એમની પાછળ જાણે કોઈક ખેંચાણ થતું હોય એમ જવા લાગ્યા.
ત્યાંનાં પાદરીને આ ત્રણ ફકીર થી ઈર્ષ્યા થવા લાગી,
એકવાર ગુસ્સામાં પાદરી એ ત્રણ ફકીરને મળવા નદીનાં સામે કાંઠે ગયા,


ત્રણ ફકીર એક વૃક્ષ નીચે મૌન બેઠા હતા,
પાદરી બાજુમાં જઈને પૂછ્યું તમે છો ત્રણ સંત, કે જેમણે લોકોને મોહિત કરી લીધા છે?
ત્રણ ફકીર બોલ્યા : અમે કેવા સંત, કોઈકે આ અફવા ફેલાવી અને અમને પરેશાન કરી દીધા છે, હવે તમેજ કોઈ ઉપાય બતાવો અને આ લોકોથી છૂટકારો અપાવો,
પાદરી મનોમન રાજી થયા કે આ તો ત્રણેય ગવાર છે,
પાદરી કહ્યું : બાઇબલ ક્યાં?
ત્રણેય ફકીર નીચું માથું કરીને બોલ્યા : અમે તો અભણ છીએ, બાઇબલ અમારે શું કામની?
તો તમે પ્રાર્થના કેમ કરો છો? પાદરીએ સવાલ કર્યો.
અમારી પાર્થના સાંભળી આપ હસવા લાગશો, ત્રણેય ફકીર બોલ્યા.
ના, નહીં હસું, આપ બોલો,
પાદરીની આ વાત થી આશ્વત થઈને ત્રણેય ફકીર બોલ્યા કે ઈસાઈયતમાં ઈશ્વરનાં ત્રણ સ્વરૂપ બતાવવામાં આવ્યા છે, અમે કહ્યું “:અમે ત્રણ, અને તમે (ઈશ્વર ) ત્રણ, અમારાં ઉપર કૃપા કરો..”
પાદરી મનોમન હસ્યા અને રાજી થયા કે આ તો ત્રણેય ગવાર અને અભણ છે, આ લોકો મારું કંઈ ન બગાડી શકે.
જતાં જતાં પાદરીએ ત્રણેય ફકીરને કહ્યું કે હું તમને પ્રાર્થના શીખવાડું છું : કહીને ત્રણેય ફકીરને પ્રાર્થના શીખવાડી, પણ અભણ ફકીરો વારંવાર સાંભળીને ભૂલી જાય, ફરી પાદરીને વિનંતી કરે કે એકવાર વધુ શીખવાડો,
આમ કરતાં કરતાં સાંજ પડી, પાદરી પાછા ચર્ચમાં જવા નાવમાં બેસી સામે કાંઠે જવા લાગ્યા.
મધ્ય નદીએ નાવ પહોંચી ત્યાં પાછળથી મોટાં મોટાં અવાજ સંભળાયા, પાદરીએ પાછળ જોયું તો ત્રણેય ફકીર પાણી ઉપર દોડતાં દોડતાં જાણે જમીન ઉપર દોડતાં હોય એમ નાવ પાસે આવી ગયા, પાદરી ગભરાઈ ગયા, અને મનોમન વિચારવા લાગ્યા કે જિસસ આમ પાણી ઉપર ચાલતા હતા, ગભરાયેલ પાદરી નાવને જલ્દી કાંઠે લઈ જવા નાવિકને કહ્યું.
નાવ કાંઠે આવી, ત્રણેય ફકીર ફરી પાદરી સામે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે અમે આપે શીખવાડેલ પ્રાર્થના ભૂલી ગયા, આપ ફરી એકવાર કહો , એટલે અમે યાદ કરી લઈએ…
પાદરી ત્રણેય ફકીરને કહ્યું કે આપને કોઈ પ્રાર્થનાની જરૂર નથી આપની પ્રાર્થના : “અમે ત્રણ, તમે પણ ત્રણ ; અમારાં ઉપર કૃપા કરો ” ઈશ્વરે સાંભળી લીધી છે….. કહીને પાદરી ચર્ચ તરફ રવાના થયા, અને ત્રણ ફકીર નદીનાં સામે કાંઠે…..
(લિઓ ટોલસ્ટોય ની વાર્તા માંથી )
Maa News Live
GTPL ચેનલ : 273 (All Gujarat 24 × 7 Live )
9725206123 – 37 (15 numbers )
9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *