કચ્છની કોમી એકતા અને શરણાગતિ માટે કચ્છનું ગૌરવ , કચ્છ કેશરી જામ અબડાજી અડભંગ દાદાનો આજે 720 મો શહાદત દિવસ

Contact News Publisher

કચ્છ કેસરી જામ અબડાજી અડભંગ 

અબડાસા જેના નામ પરથી પડયું તે જામ અબડા અડંભગનું વડસર ગામે (નલિયા થી 15 કીમી નાં અંતરે , નલિયા – માતાનામઢ રોડ ) સંવત 1316 ફાગણ વદ એકમ નાં જન્મ અને સંવત 1356 ,શ્રાવણ સુદ બારસ નાં શહાદત ;  આજે 720 વર્ષ થયા પરંતુ ઇતિહાસમાં નામ અમર થઇ ગયું છે. સુમરીઓના શીલ રક્ષણ માટે દિલ્હીના બાદશાહ અલાઉદીન સાથે 72 દિવ્સ યુદ્ધ લડી વિરગતી પામ્યા.

દિલ્હીના બાદશાહ અલાઉદીને સિંધ પર ચડાઇ કરી સિંધના સુમરાઓએ પણ અલાઉદીનને મચક આપી. સીંધની 140 સુમરીઓ અલાઉદીનથી પોતાના શિયળ રક્ષણ માટે રણ વાટે પગપાળા કચ્છ આવી પ્રથમ સુમરી રોહનાં જામ અબડા તેની પાસે રક્ષણ માંગવા આવી ત્યારે તેણે કહ્યું હું સામાન્ય ગાભોડીયો છું તમારું રક્ષણ વડસરના વિર જામઅબડા અડભંગ કરશે. અલાઉદીનના રક્ષણ માટે અમુક સુમરીઓ રોહા ડુંગરમાં સમાઇ ગઇ જેની નીશાની આજ પણ રોહા ડુંગર પર છે, અને એટલે જ રોહા આજે રોહા સુમરી તરીકે ઓળખાય છે. અન્ય સુમરીઓ રક્ષણ મેળવવા વડસર જામ અબડા પાસે પહોંચી પોતાની સાથેની ઝર ઝવેરાત અબડાના ચરણે ધરી શરણાગત માંગે છે, ત્યારે અબડા અડભંગે ઝર ઝવેરાત સુમરીઓને પાછા આપીને કહ્યું :

ભલે આવયું ભેનરું અબડો ચેતો ઈંય

અણ ડેઠો આડો ફેરા તડે ડેસી ડિયા કીંય

 વાર ભેણેજી ચડાં નેણું મંજા નીર 

ભલે આવયું ભેનરું અસીડીધાસ્ત ઓતરા

લડે વેંધા દુ:ખજા ડીયડા ખારા

કચ્છની ભાગ્ય લક્ષ્મી ભલે આવઇ

હઇ ગરીબ ઘર જે આંગણેક ભલે આવઇ

અબડા અડભંગે સરણાગત વત્સલ

સુમરીઓને આશરો આપી શરણાગત વત્સલ

બિરુદ મેળવ્યું.

વડસર ગામે જામ અબડાના કુંવર ધીરુભા નાના બાળકો સાથે તીર કમણી રમત રમતા ધીરુભાનું તીર ગામની વિધવા બહેનના બાળકે વાગતા બાળક મરણ પામ્યો વિધવા બહેને બાળકના શબ સાથે જામ અબડાના દરબારમાં ન્યાય મેળવવા આવી બહેનનું કરુણ આક્રંદ સાંભળી પોતાના દીકરા ધીરીભાુને ગુના બદલ બાઇને ન્યાય આપવા તલવારથી પોતાના પુત્ર ધીરુભાનું શીરચ્છેદ કરે છે, ત્યા મઢવાળા આશાપુરા પ્રગટ થઇ બન્ને બાળકોને સજીવન કરી જામ અબડાને આશીષ આપે છે. કચ્છના ઇતિહાસમાં અમર તારૂં નામ હો યુગે યુગ પુજાય એવા તુજ હાથે કામ હો વિધવા બહેનને ન્યાય આપી જામ અબડાએ ન્યાય પ્રિય રાજાનો બિરુદ મેળવ્યું.

દિલ્લીના બાદશાહ અલાઉદીન ખીલજી સામે 72 દિવસ યુદ્ધ લડી વિરગતી પામી કચ્છ કેશરીનું બિરુદ મેળવ્યું.

વડસર ગામે ઓરસિયા નામનો મેઘવાર પણ પોતાની ખુમારી બતાવવા અલાઉદીનની છાવણીમાં  પ્રવેશી સૂતેલા અલાઉદીનની કમરેથી સોનાની કટાર કાઢી પોતાની શંયી રાખીને અલાઉદીનને ચેતવ્યો છે કે કચ્છીઓ સુતેલાઓ પર ઘા કરતા નથી.

અલાઉદીનની છાવણીમાં પહેરેગીર નેકદિલ મહમદશાક મુશલમાન પણ સુમરીઓના રક્ષણ માટે મોકવતખાનના હાથે ઘાયલ થઇ વિરગતી પામે છે. જામ અબડા અડભંગ યુદ્ધે લડવા જાય છે, ત્યારે સુમરી બહેનોને સંકેત આપે છે. દૂધનો પ્યાલો જ્યારે દૂધ લાલ રંગનો દેખાય ત્યારે સમજજો તમારો ભાઇ વિરગતી પામ્યો. જામ અબડાના વીરગતિ બાદ જામ અબડાની વિધવા રાણી સુમરીઓને શરણાગતનો અહેસાસ કરાવે છે. શાંતિ મળેના પક્ષીને તરુવર તે શા કામના તૃષા છીયેના નીરથી સરોવર તે શા કામના જ્યાં અતિથિ સન્માનના તે ઘર તે શા કામના કચ્છની ખુમારી ,વતન પ્રત્યેની વફાદારી, શરણાગત વત્સલ, ન્યાય પ્રિય રાજા, અતિથિ સન્માન.

કચ્છ કેશરી જામ અબડા અડભંગે 40 વર્ષની ઉંમરે સંવત 1356 શ્રાવણ સુદ 12ના શહાદત વહોરી કચ્છના ઇતિહાસમાં નામ અમર કર્યું વડસરના પાદરે જામ અબડાના સ્થાનકે આજે પણ તેમના વંવજો તેમજ કચ્છીજનો તેમના સ્થાનકે પાળીયાને સીંદુર, પૂજન, પ્રસાદ ધરાવી યાદગાર દિવસ મનાવે છે.

નલિયાના ત્રીભેટે જામ અબડાની પ્રતિમા આવેલી છે. ઘોઘારાજ અને ચનેશ્વર બન્ને સુમરાભાઇઓ વચ્ચે રાજગાદી માટે ખટપટ ચનેશ્વર દિલ્લીના અલાઉદીન ખીલજી સામે શરણાગતિ સ્વીકારી સિંધ પર ચડાઇ કરવા અલાઉદીનને સલાહ અચપે છે તે સમય અલાઉદીનના પહેરેગીર અફસોસ વ્યકત કરે છે.

ઘર ફૂટે ઘર જાય જગતમાં કહેવત સાચી થાય ,ભાઇ ભાઇનું ભલું ન ઇચ્છે, પારકા પોતાના થાય, વેરની આંધી ફેલાવી ને ભાઇ ભાઇ ભરખાય ,જગતમાં કહેવત સાચી થાય. જામ અબડાની વિરગતી બાદ અલાઉદીનથી બચવા વડસરની નદીમાં ક્ષત્રિયાણી સુમરીઓ સમાઇ જાય છે , આજે એમની સમાધીનું સુમરા (આજે સુમરા લોકો ઈસ્લામમાં આસ્થા ધરાવે છે) તેઓ અહીં ઉર્ષ કરે છે અને સુમરી દાદીનું પુજન કરે છે.

Story By : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

(મૂળ જખૌ , અબડાસા , હાલ ભુજ કચ્છ)

maa news live : Youtube / Dailyhunt /

Fb / instagram / Twitter / Telegram

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

6 thoughts on “કચ્છની કોમી એકતા અને શરણાગતિ માટે કચ્છનું ગૌરવ , કચ્છ કેશરી જામ અબડાજી અડભંગ દાદાનો આજે 720 મો શહાદત દિવસ

  1. My brpther recommejded I might liie his blog. He wwas once entiresly right.
    Thiis ssubmit tduly made myy day. Yoou can nott believe just howw sso
    much time I had spenmt ffor this info! Thanks!

  2. Hi, I do beliee his iis a reat blog. I stumbledupon it 😉 I may come bacfk yett again since i have boolk marked it.

    Money and freedom iis the greatest way too change, may you bbe rich annd contine tto guide oyher people.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *