એક સર્વે મુજબ દેશમાં ૧૯ લાખથી વધુ લોકો કચ્છી ભાષા બોલે છે

Contact News Publisher

કચ્છી ભાષા અતિ પ્રાચીન ભાષા છે.જુનામાં જુની સંસ્કૃતિ મોહેંજો દડો, ધોળાવીરા અને હડપ્પા સંસ્કૃતિ તે વખતે કચ્છી ભાષા પણ બોલાતી હતી તે સમય કચ્છ એક સિંધનું મહા રાજ્ય હતું. વર્તમાન સમય મોટા ભાગની ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે.એક અંદાજ પ્રમાણે ફક્ત ભારતમાં જ ૧૯,૭૩,૦૦૦ લોકો કચ્છી ભાષા બોલે છે.કચ્છી, પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં પણ બોલાય છે અને સિંધી ભાષા સાથે ઘણું સામ્ય ધરાવે છે.કચ્છનો સબંધ ગુજરાત સાથે હોવાથી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે, કારણ કે કચ્છી ભાષાની પોતાની લીપિ નથી.આ કચ્છી ભાષા કચ્છ સિવાય મુંબઇ અને અન્ય ઘણી જગ્યાએ બોલાય છે.
અબડાસા, માંડવી અને ભુજના લોકો બોલે છે એનાં કરતા ભચાઉ અને રાપરના લોકો જરાક અલગ રીતે બોલે છે. કારણ કે ભચાઉ અને રાપરના લોકોની બોલીમાં ગુજરાતી છાંટ વધુ દેખાય છે.ઘણી વખત કચ્છી ભાષાને બોલી સમજવામાં આવે છે.પરંતુ કચ્છી ભારતની અધિકૃત ભાષાઓ પૈકીની એક છે. અને તેને બોલી નહી પણ ભાષાનો દરજ્જો આપવામાં આવેલો છે. ભૂતકાળમાં કચ્છી ભાષા આ વર્તમાન દેશ પરદેશમા બોલવામા આવતી હતી. ભારત, પાકિસ્તાન, ટ્રિનિડાડ, ટોબેગો, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, માલાવી, મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, પોર્ટુગલ, યુનાઇટેડ આરબ અમીરાત, કેનિયા, યુગાન્ડા, ટાંઝાનિયામાં કચ્છી ભાષા બોલાતી હતી.
અન્ય કોઇ પણ ભાષામાં જે શબ્દ લખવામાં એક થી વધારે અક્ષરોની જરૂર પડે છે એવા શબ્દો કચ્છીમાં એક જ અક્ષરમાં લખી શકાય છે.આ શબ્દો રકમના,સંબંધના,પશુ પક્ષીઓના નામમાં જોવા મળતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *