સાફલ્ય ગાથા વંદે ગુજરાત કાર્યક્રમ-૨૦૨૨-૨૩ : ઔદ્યોગિક નીતી – ૨૦૨૦

Contact News Publisher

વંદે ગુજરાત કાર્યક્રમ-૨૦૨૨-૨૩ : ઔદ્યોગિક નીતી – ૨૦૨૦
૦૦૦૦
સરકારની રૂ.૨૯.૬૧ લાખની સબસીડીથી હું મારા ઉદ્યોગને વિસ્તારી શકીશ
– લાભાર્થી- અરૂણાબેન ઠક્કર, વડવારા
૦૦૦૦
વાલીની ભુમિકા ભજવીને ઔદ્યોગિક સાહસિકોને સરકાર જે પ્રકારે પ્રોત્સાહન આપી રહી છે તેના અમે ઋણી છીએ
૦૦૦૦
વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત માધાપર ખાતેથી અરૂણાબેને ઔદ્યોગિક નીતી અંતર્ગત સહાય મેળવી

મારું વડવારા ગામ ખાતે સીલીકા એન્ડ પ્રોસેસીંગ યુનીટ છે, જેમાં કાચ બનાવવા માટે જરૂરી રો-મટીરીયલ પ્રોસેસ કરીને ગ્લાસ કંપનીને વેંચાણ કરીએ છીએ. રાજય સરકારશ્રી ઔદ્યોગિક નીતી-૨૦૨૦ હેઠળ એમએસએમઇ ઉદ્યોગને જે કેપીટલ, વ્યાજ સહાય રૂપે ૨૦ ટકા સબસીડી આપે છે તે ખરેખર અમારા માટે મોટું પીઠબળ બની રહ્યું છે. હાલ વંદે ગુજરાત કાર્યક્રમ યાત્રા હેઠળ સરકારશ્રી દ્વારા અમને રૂ.૨૯,૬૧,૭૪૪ની સહાય સબસીડી આપવામાં આવી છે જે અમારા માટે સંજીવની સાબિત થશે તેવું એમ.ડી.સીલીકા પ્રોસેસર્સના માલિક અરૂણાબેન ઠક્કરે જણાવ્યું હતું.
અરૂણાબેન સહાયનો ચેક મેળવીને હર્ષ સાથે જણાવે છે કે, ગુજરાત સરકારશ્રીની ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની આ નીતી અમારા ઉત્સાહને વધારે છે, આ પ્રકારની સહાયના કારણે જ મારા જેવી મહિલાને પણ ઉદ્યોગમાં સાહસ કરવામાં રસ જાગ્યો છે. હાલ સરકારે મને જે રૂ.૨૯.૬૧ લાખની સહાય આપી છે તે અમારી બેંકમાંથી લેવામાં આવેલી એક કરોડની લોનની ભરપાઇ કરવામાં મદદરૂપ બનશે. લોનની મુદલ ભરપાઇ થતાં વ્યાજ અને મુદલ બને ઘટશે જેના કારણે અમે ઓછી પડતરે પ્રોડકશન વધારીને માલને ઓછા ભાવ વેંચી શકીશું . પરીણામે અમારૂ અન્યોની સાપેક્ષે વાર્ષિક ટર્નઓવર પણ વધશે. આજના હરીફાઇભર્યા યુગમાં અમારા જેવા નાના યુનિટને ટકવા માટે સરકાર મદદ કરી રહી છે તે ખરેખર અમારા માટે મોટી રાહતની બાબત છે. ખાસ કરીને મહિલાઓ વધુમાં વધુમાં ઉદ્યોગો સ્થાપવામાં આગળ આવે તે માટે આ પ્રકારની નીતી ખુબ જ પ્રેરણારૂપ બની રહી છે. ગુજરાત સરકારની એમએસએમઇ ઉદ્યોગોને સહાયની નીતી થકી હવે અમારા યુનીટનું વિસ્તરણ કરી શકીશું ઉપરાંત સરકારશ્રીની મશીનરી વધારવા માટે પણ આ પ્રકારની સહાય મળતી હોવાથી તે વિશે પણ કામ કરી શકીશું.
જેમ માતા-પિતા પોતાના બાળકના કોઇપણ સાહસમાં ટેકો બનીને ઉભા રહેતા હોય છે તેમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર અમારા માટે વાલીની ભૂમિકા ભજવીને ઉદ્યોગને પડતી દરેક પ્રકારની મુશ્કેલી અંગે ચિંતા સેવી રહી છે. હાલ અમે અમારી કંપની થકી ૮ લોકોને સીધી રોજગારી આપી રહ્યા છીએ. તે સાથે આડકતરી રીતે અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. જે રાજય સરકારની આદ્યોગિક નીતીને આભારી છે. અંતમાં હું એટલું જ કહીશ કે, રાજય સરકાર જે પ્રકારે અમારી પડખે ઉભી છે તે જ રીતે અમે પણ રાજયના વિકાસમાં હંમેશા અમારૂ તન-મન-ધનથી યોગદાન આપવામાં હંમેશા તત્પર રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *