કેનેડા સરકારના એક નિર્ણયથી ગુજરાતી વિદ્યાર્થીઓને મોટો ફટકો પડશે, નહિ મળે કેનેડામાં એન્ટ્રી

Contact News Publisher

અમેરિકા પછી કેનેડા ગુજરાતીઓનું બીજુ ડ્રીમ કન્ટ્રી છે, જ્યાં આજકાલ દરેક ગુજરાતીને જવામા રસ હોય છે. ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા પર જનારો વર્ગ મોટો છે. પરંતું કેનેડા સરકાર એક એવો નિર્ણય લેવા જઈ રહી છે, જેનાથી કેનેડા જવા માંગતા ગુજરાતી વિદ્યાર્થીઓના ખ્વાબ ચકનાચૂર થઈ જશે. કારણ કે, હવે કેનેડામાં રહેવા માટે જગ્યાની અછત થવા લાગી છે. તેથી આ દેશ હવે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર લગામ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. વર્ષ 2022 માં કેનેડામાં 184 દેશોમાંથી 8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. ત્યારે હવે ભારતીય વિદ્યાર્થીઓનું શું થશે તે જોઈએ.

કેનેડા સરકારના એક નિર્ણયથી ગુજરાતી વિદ્યાર્થીઓને મોટો ફટકો પડી શકે છે. હકીકતમાં, કેનેડા હાલ ઘરની અછતના સંક્ટ સામે ઝઝૂમી રહ્યો છે. અહી વસ્તી તો વધી રહી છે, પંરતુ રહેવા માટે ઘરની અછત પડી રહી છે. જેને કારણે ઘરના ભાવ હદ કરતા વધી રહ્યાં છે. કેનેડા સરકાર હવે વધતા આવાસ સંકટને દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની એન્ટ્રીને કન્ટ્રોલ કરવાનો વિચાર કરી રહી છે. આ નિર્ણય પ્રધાનમંત્રી જસ્ટિસ ટ્રુડોની નવી કેબિનેટના મુખ્ય ટાર્ગેટ છે. કારણ કે, વર્ષ 2022 માં 8 જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડાએ પહેલા જ પ્રવેશ આપી દીધો છે.

સરકારી આંકડા અનુસાર, ગત વર્ષે 2022 માં વિદ્યાર્થીઓને જાહેર કરવામાં આવેલ 5,49,570 પરમિટમાંથી 2,26,000 પરમિટ ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આવાસ, પાયાગત સુવિધા અને સમુદાયના મંત્રી સીન ફ્રેઝરને આ વિશે પૂછવામાં આવ્યુ કે, શું આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકાઈ શકે છે. તો તેના પર તેઓએ જવાબ આપ્યો કે, આ એક વિકલ્પોમાઁથી એક છે, જેના પર અમે વિચાર કરી રહ્યાં છે. સરકારે અત્યાર સુધી કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ હવે આ બાબતે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે. આંકડા બતાવે છે કે, દસ વર્ષોમાં વિદેશી વિદ્યાર્થીઓને સંખ્યા બમણી થઈ ગઈ છે. કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પોપ્યુલર ડેસ્ટિનેશન બની ગયુ છે, કારણ કે, અહી પરમિટ મેળવવી સરળ છે. અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ તથા સારી લાઈફસ્ટાઈલ માટે કેનેડા આવી રહ્યાં છે.

નવા આવાસ મંત્રી સીન ફ્રેઝરે એમ પણ જણાવ્યું કે, હાલ કેનેડામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતા પ્રોપર્ટી માર્કેટ પર તેનુ દબાણ આવી રહ્યું છે. અમે તેને કન્ટ્રોલ કરવાનો વિચાર કરી રહ્યાં છીએ, પરંતું આટલા ઓછા સમયમાં પ્રોપર્ટી માર્કેટમાં એવો વિસ્ફોટક સ્થિતિ બની છએ કે, તેને નવી રીતે ડિઝાઈન કરવુ અધરુ છે.

પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની સરકાર આવાસ સમસ્યાને દૂર કરવા પ્રયાસ નથી કરીર હી છે. આવાસ સંકટની અસર સ્થાનિક લોકો પર પણ પડી રહી છે. ફ્રેઝરે જણાવ્યું કે, કેનેડાની જનસંખ્યા લગભગ 39.5 મિલિયન છે. તેને 2025 ના રેકોર્ડમાં 5 સાથ નવા સ્થાયી નિવાસીઓને સામેલ કરવાની યોજના છે અને નવા લોકોની એન્ટ્રીને મર્યાદિત કરવાનું છે. જ્યારથી કેનેડામાં ઉદારવાદીઓએ સત્તા સંભાળી છે, વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં એકાએક વધારો થયો છે, 2015 બાદથી લગભગ તે બે ગણી થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા હાલમાં અસ્થાયી વિદેશી શ્રમિક વસ્તીથી વધુ છે. કેનેડાની યુનિવર્સિટીમાં ગરભગ 17 ટકા લોકો વિદેશી વિદ્યાર્થી અભ્યાસ કરે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ એવા કોલેજની પસંદગી કરી રહ્યા છે, જ્યાના વિસ્તારના ઘર મોંઘા છે અને તેને શોધવુ મુશ્કેલ છે. ખાસ કરીને ઓન્ટોરિયો અને બ્રિટિશ કોલંબિયા જેવા મોટા શહેરો.