એઇમ્સના ડોક્ટરોએ ઉડતી ફ્લાઇટમાં ઓપરેશન કરીને બાળકીનો જીવ બચાવાયો

Contact News Publisher

બેંગ્લુરુથી દિલ્હી જઈ રહેલી ફ્લાઇટમાં ડોક્ટરોએ એવો ચમત્કાર કર્યો કે બે વર્ષની બાળકીનો જીવ બચી ગયો. રવિવારની સાંજે બેંગ્લુરુથી દિલ્હી જતી ફ્લાઇટમાં દિલ્હીની એઇમ્સના પાંચ ડોક્ટર પ્રવાસ કરી રહ્યા હતા.આ દરમિયાન ફ્લાઇટમાં બે વર્ષની બાળકીની તબિયત બગડી ગઈ. ફ્લાઇટ ક્રુએ ઇમરજન્સી કોલની જાહેરાત કરી અને બાળકીની ખરાબ તબિયત અંગે અન્ય પ્રવાસીઓને જાણકારી આપી. બાળકીની તબિયતનું સાંભળીને એઇમ્સના પાંચેય ડોક્ટર તરત જ આગળ આવ્યા. બાળકી પહેલેથી જ સિયાનાટિક બીમારીથી પીડિત હતી અને તેના લીધે ફ્લાઇટમાં તેની તબિયત વધારે બગડી. આ દરમિયાન બાળકીના પલ્સ ઘટવા લાગ્યા અને હાથપગ પણ ઠંડા થવા લાગ્યા.

ફલાઇટમાં ઉપલબ્ધ ડોક્ટરોએ તેની સ્થિતિ જોઈ તેને તરત જ સીપીઆર આપવાનો પ્રારંભ કર્યો અને મર્યાદિત સંસાધનો વચ્ચે બાળકીની સારવાર કરવા લાગ્યા. આ દરમિયાન ડોક્ટરોને ખબર પડી કે બાળકીને કાર્ડિયાક એરેસ્ટ થયો છે, તેના પછી ૪૫ મિનિટ સુધી બધા ડોક્ટરો સારવાર કરતાં રહ્યા અને હાર્ટ સર્જરી કરીને તેનો જીવ બચાવી લીધો.બાળકીની સ્થિતિ જોઈને તેને નાગપુરમાં લેન્ડ કરાવવામાં આવી. તેને ત્યાં ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટના હાથમાં સોંપવામાં આવી. એરપોર્ટ પર જ તૈયાર એમ્બ્યુલન્સમાં બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ અને ત્યાં હવે તેની તબિયત સારી હોવાનું જણાવાયું છે.

એઇમ્સના જે પાંચ ડોક્ટરોએ જીવ બચાવ્યો તેમા ડો. નવદીવ કૌર (એનેસ્થેસિયા વિભાગ), ડો. દમનદીપસિંહ (કાર્ડિયોલોજી), ડો. ઋષભ જૈન (રેડિયોલોજી), ડો. ઓઇશિકા (એસઆર ઓબીજી), ડો. અવિચલા ટેક્સક (સીનિયર કાર્ડિયાક રેડિયોલોજી) સામેલ છે.

સિયાનોટિક બીમારી કેટલાક બાળકોમાં જન્મજાત હોય છે. તેમા હૃદયની ધમનીઓ અને શરીરમાં ઓક્સિજનની કમી થાય છે. આ બીમારી મોટાભાગે ફેમિલી હિસ્ટરી અને પ્રેગનન્સી દરમિયાન ચેપના લીધે થાય છે. સારવાર ન મળે તે બોળકનું મૃત્યુ થાય છે.

10 thoughts on “એઇમ્સના ડોક્ટરોએ ઉડતી ફ્લાઇટમાં ઓપરેશન કરીને બાળકીનો જીવ બચાવાયો

  1. Pingback: jazz
  2. Pingback: soft music
  3. Pingback: sleep music
  4. Pingback: music
  5. Pingback: yoga music
  6. Pingback: cornhole boards

Comments are closed.