રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે જ આરોગ્ય વિભાગનો સપાટો, શ્રીરામ ગૃહઉદ્યોગમાંથી ઝડપાયો મોટા પ્રમાણમાં અખાદ્ય ફરસાણનો જથ્થો ઝડપાયો

Contact News Publisher

રાજકોટ તહેવારો નજીક હોવાથી RMCનું ફૂડ વિભાગ એકશનમાં આવ્યું છે. ત્યારે  લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલા શ્રી રામ ગૃહ ઉદ્યોગમાં તપાસ કરતાં મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો ઝડપાયો છે.તદ  ઉપરાતં વોશિંગ સોડાનો ઉપયોગ કરીને લોકોના જીવ જોખમમાં મુકાતા હોવાનું પણ સામે આવ્યું છે.ફૂડ વિભાગના દરોડા દરમિયાન 850 કિલો વાસી ફરસાણ, 200 કિલો અખાદ્ય શિખંડ, 160 કિલો વાસી મીઠાઈ સાથે 5500 કિલો અખાદ્ય જથ્થાનો ફૂડ વિભાગે સ્થળ પર જ નાશ કર્યો હતો અને પેઢીને નોટિસ પણ ફટકારી છે. શ્રી રામ ગૃહઉદ્યોગના ગોડાઉનમાં આરોગ્ય વિભાગના દરોડા વખતે ગોડાઉનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું તો ફરસાણ બનાવનાર રસોઇયા પણ નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા હતા. તેથી આરોગ્ય વિભાગે પેઢીના માલિકને નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો છે .