હવે ISRO લૉન્ચ કરશે Bikini

Contact News Publisher

ISRO આગામી વર્ષે જાન્યુઆરીમાં ખૂબ જ દુબળુ પાતળુ યૂરોપિયન સ્પેસક્રાફ્ટ PSLV Rocket લોન્ચ કરશે. આ સ્પેસક્રાફ્ટનું નામ Bikini છે. આ યૂરોપિયન સ્ટાર્ટઅપ ધ એક્સપ્લોરેશન કંપનીનું એક રિ-એન્ટ્રી વ્હીકલ છે. મિશન બિકિની આ કંપનીના મોટા રિયૂઝેબલ રિ-એન્ટ્રી મોડ્યુલ નિક્સ (Nyx)નું નાનું વર્ઝન છે. આ રોકેટ સ્પેસક્રાફ્ટ Bikini ને ધરતીથી 500 કિમી ઉપર લઈ જઈને છોડી દેશે અને ત્યારથી ધરતી તરફ પરત ફરશે. આ દરમિયાન તેની રિ-એન્ટ્રી બાબતે અનેક તપાસ કરવામાં આવશે, જે વાયુમંડળને પાર કરીને સમુદ્રમાં પડશે. સ્પેસક્રાફ્ટ Bikini નું વજન માત્ર 40 કિલોગ્રામ છે જેનો ઉદ્દેશ્ય અંતરિક્ષમાં ડિલીવરી પહોંચાડવાનો છે. સ્પેસક્રાફ્ટ Bikini ની મદદથી અંતરિક્ષમાં ડિલીવરી કરવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. મિશન Bikini સફળ થશે તો કોમર્શિયલ ઉડાનની નવી દુનિયાને એક નવો માર્ગ મળશે, જેથી ખૂબ જ સસ્તામાં અંતરિક્ષમાં ડિલીવરી કરી શકાશે.