અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂ, મેલેરિયા સહિતના રોગો ફાટી નીકળ્યા, સ્થિતિ જોતા AMC શરૂ કર્યુ આ કામ

Contact News Publisher

ચોમાસાની સિઝન પુરી થવાની તૈયારીમાં છે, ઋતુ અંતિમ તબક્કામાં છે, અને ઠેર ઠેર પડેલા વરસાદના કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, શહેરના પૂર્વ વિસ્તારમાં દરરોજ ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા ઉલટી અને ટાઇફૉઇડના કેસોમાં સતત વધારો નોંધાતા એએમસી તંત્ર હરકતમાં આવી ગયુ છે, અને દવાનો છંટકાવ અને ફૉગિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રોગચાળો સતત વધી રહ્યો છે, પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા-ઊલટી, ટાઇફૉઇડ, કમળાના કેસોમાં વધારો થયો છે. હાલની સ્થિતિમાં અમદાવાદમાં ડેન્ગ્યૂના ૫૬૬ કેસો અને મેલેરિયાના ૧૨૪ કેસ નોંધાયા છે. એટલું જ નહીં એક સપ્તાહમાં ડેન્ગ્યૂના ૧૭૩, મેલેરિયાના ૪૧ કેસનો વધારો થયો હોવાની પણ વાત છે. આને લઇને હવે AMCએ શહેરમાં ઠેર ઠેર ફૉગિંગ અને દવાનો છંટકાવ કરવાનું શરૂ કર્યુ છે.

ભારતમાં ડેન્ગ્યુના કેસોમાં અચાનક વધારો થયો છે. સમગ્ર ઉત્તર ભારત અને દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે ચોમાસાના પૂર બાદ પાણી ભરાઈ ગયા હતા. ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં પણ પૂરના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. દિલ્હીમાં પૂર બાદ ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હી સરકારે ડેન્ગ્યુ જીનોમ ઓળખ માટે 20 ડેન્ગ્યુ સેમ્પલ મોકલ્યા હતા. તેમાંથી સૌથી ખતરનાક DENV-2 સ્ટ્રેન 19 કેસમાં જોવા મળ્યું હતું. ડેન્ગ્યુના આ સ્ટ્રેનને લઈ આરોગ્ય અધિકારીઓ અને લોકોની ચિંતા વધી છે. દિલ્હીના આરોગ્ય વિભાગને જાણવા મળ્યું છે કે 20 માંથી 19 સેમ્પલ ટાઇપ 2 ડેન્ગ્યુના હતા, જે સૌથી ખતરનાક માનવામાં આવે છે.