લાચાર પિતા પુત્રની સારવાર માટે આખો દિવસ ભટકતો રહ્યો.! સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ખો આપતા વિભાગો

Contact News Publisher

સુરતમાં સિવિલ હોસ્પિટલ તંત્રની લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે.  લાચાર પિતા જે પોતાના દીકરાની સારવાર માટે આખો દિવસ આમથી તેમ ભટક્યા કરતા હતો. પરંતું સિવિલ હોસ્પિટલમાં કોઈને પણ તેમના પર દયા ન આવી. એક વિભાગથી બીજા વિભાગમાં બાળકને સ્ટ્રેચર વિના લઈને ફરતા પિતાના આંખામાં આસું આવી ગયા.

જ્યારે આ મામલાની જાણ CMOને થઈ ત્યારે સિવિલ તંત્ર જાગ્યું. અને બાદમાં બાળકની સારવાર માટે વ્યવસ્થા કરી આપી. અહીં સવાલ એ છે કે સરકારી હોસ્પિટલો જે લોકોની સેવા માટે છે. પણ જ્યારે અધિકારીઓ, ડોક્ટરો અને જે તે વિભાગના કર્મચારીઓ પોતાની ફરજ ભૂલી જાય છે.. એ સમયે લાચાર મનુષ્ય પાસે કોઈ માર્ગ બચતો નથી. દીકરાને પગમાં ફોલ્લા પડી જતાં પીડાતો હતો.  પિતાના આંખામાં આંસુ આવી ગયા. ત્યારે જઈને દીકરાને સારવાર મળી એ ખરેખર માનવતા મરી પરવારી હોય તેમ લાગી રહ્યું છે.